AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે, 65 CNG પંપ બંધ રાખવાનું સંચાલકોનું એલાન

બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે, 65 CNG પંપ બંધ રાખવાનું સંચાલકોનું એલાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2026 | 9:18 PM
Share

બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં 65 CNG પંપ આવતીકાલથી બંધ રહેશે. પંપ સંચાલકો અને IMR કંપની વચ્ચેની સમાધાન બેઠક નિષ્ફળ જતા આ નિર્ણય લેવાયો છે. IMR મેનેજમેન્ટે પંપ સંચાલકોની માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આનાથી CNG વાહનચાલકોને ઇંધણની ઉપલબ્ધતા અને મુસાફરીમાં મુશ્કેલી પડી શકે છે.

બનાસકાંઠા અને વાવ-થરાદ માં આવતીકાલથી આ વિસ્તારના 65 જેટલા CNG પંપ બંધ રાખવામાં આવશે. પંપ સંચાલકો દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે. જેની સહુ CNG વાહનચાલકો ને નોંધ લેવા જણાવાયુ છે.

આ નિર્ણય IMR કંપની અને પંપ ડીલરો વચ્ચે યોજાયેલી સમાધાન બેઠક નિષ્ફળ જતા લેવામાં આવ્યો છે. IMR કંપનીની ઓફિસે બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી, પરંતુ પંપ ડીલરોની વિવિધ માંગણીઓ અંગે સહમતિ ન સધાતા વિવાદ વધુ વકર્યો હતો. IMR મેનેજમેન્ટે પંપ સંચાલકોની માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું છે.

પંપ સંચાલકોએ જણાવ્યું કે, “કંપની દ્વારા અમારી જે માંગો હતી, એ બાબતે તટસ્થ નિર્ણય કરવાની વાત, તટસ્થ નિર્ણય નથી કર્યો અને એવું કીધું છે ઉપરછલ્લું કે ભાઈ અમે કરીશું. પરંતુ ક્યારે કરીશું? શું કરીશું? એનો કોઈ નિર્ણય આપ્યો નથી. એટલે અમારી માંગો કંપની દ્વારા હજી સુધી સ્વીકારવામાં નથી આવી.”

આથી, પંપ સંચાલકો પોતાના અગાઉના નિર્ણય પર અડીખમ રહ્યા છે. આવતીકાલે બનાસકાંઠા અને વાવ-થરાદના તમામ 65 CNG પંપ બંધ રહેશે. આ પંપ બંધ રહેવાની સીધી અસર CNG વાહનચાલકો પર પડશે, જેને કારણે તેમને ઇંધણની ઉપલબ્ધતા અને મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

CM પદ છોડવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા, PM મોદી સાથે કરી મુલાકાત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">