રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે દંડકારણ્યના પ્રત્યેક યાત્રાળુ દીઠ 5 હજારની આર્થિક સહાય અપાશે : પ્રવાસન મંત્રી

|

Oct 16, 2021 | 12:04 PM

ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે દશેરા પર્વની સૌને શુભકામના પાઠવી હતી.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે કાર્યક્રમની રૂપરેખા આપી મંત્રી સહિતના મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ.

ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા, આદિવાસી સમાજના પ્રજાજનોને, શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામા આવશે, તેવી શબરી ધામથી જાહેરાત કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશભાઈ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થ યાત્રા જેવી યોજનાઓમા અપાતી આર્થિક સહાયનો ખ્યાલ આપ્યો હતો.

નવ નવ દિવસની શક્તિ આરાધનાની માં જગદંબાના ધામ શક્તિપીઠ અંબાજીથી પ્રારંભાયેલી યાત્રાનુ સમાપન શબરી ધામે થઈ રહ્યુ છે, તેમ જણાવતા પ્રવાસન મંત્રીએ સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો છે તેમ ઉમેર્યું હતુ.

મંત્રી નરેશભાઇ પટેલે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમા શ્રેણીબદ્ધ વિકાસ કામો હાથ ધરીને પ્રજાજનોના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ વક્તવ્યમા જણાવ્યું હતું. ડાંગ જિલ્લાના પ્રજાજનો સુખી અને સમૃદ્ધ બને તેવા સુભાશિષ આપતા વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનને પુનઃ શરૂ કરી આ વિસ્તારના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસરત છે તેમ જણાવ્યું હતું.

ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે દશેરા પર્વની સૌને શુભકામના પાઠવી હતી.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે કાર્યક્રમની રૂપરેખા આપી મંત્રી સહિતના મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. શબરી ધામમાં રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા પાંચ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનો ખ્યાલ આપી સચિવે શબરી ધામ સિવાયના યાત્રા ધામોનો પણ તબક્કાવાર વિકાસ થઈ રહ્યો છે તેમ જણાવ્યુ હતુ. કાર્યક્રમના અંતે આભારવિધિ ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ આટોપી હતી.

Next Video