VIDEO: 7 દિવસ પહેલા નારોલથી ગુમ થયેલો 4 વર્ષનો બાળક સુરત સ્ટેશનથી મળી આવ્યો

|

Nov 14, 2019 | 3:17 AM

કાગડાપીઠ વિસ્તારમાંથી 4 વર્ષના એક બાળકનું અપહરણ થયું અને પોલીસ દોડતી થઈ છે. જો કે અમદાવાદ પોલીસ અને ચાઈલ્ડ હેલ્પ લાઈનની મહેનત આખરે ફળી છે. અપહ્યુત બાળક અંતે સુરત રેલવે સ્ટેશનથી મળી આવ્યો છે પણ આખી ઘટનામાં સૌથી આઘાતની વાત એ છે કે નાનકડા એવા 4 વર્ષના બાળકને અપહરણ કરનારે 24 કિલોમીટર સુધી ચલાવ્યો હતો. […]

VIDEO: 7 દિવસ પહેલા નારોલથી ગુમ થયેલો 4 વર્ષનો બાળક સુરત સ્ટેશનથી મળી આવ્યો

Follow us on

કાગડાપીઠ વિસ્તારમાંથી 4 વર્ષના એક બાળકનું અપહરણ થયું અને પોલીસ દોડતી થઈ છે. જો કે અમદાવાદ પોલીસ અને ચાઈલ્ડ હેલ્પ લાઈનની મહેનત આખરે ફળી છે. અપહ્યુત બાળક અંતે સુરત રેલવે સ્ટેશનથી મળી આવ્યો છે પણ આખી ઘટનામાં સૌથી આઘાતની વાત એ છે કે નાનકડા એવા 4 વર્ષના બાળકને અપહરણ કરનારે 24 કિલોમીટર સુધી ચલાવ્યો હતો.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

સીસીટીવીમાં બાળકને કોઈ અજાણ્યો શખ્સ આંગળી પકડીને લઈ જતો નજરે પડી રહ્યો છે. આ બાળકનું નામ છે શુભમ 4 વર્ષના શુભમનું 7 તારીખે વહેલી સવારે અપહરણ થયું હતુ. ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે વિસ્તારના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યુ, ત્યારે એક શખ્સ શુભમનો હાથ પકડીને લઈ જતો દેખાયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસે રસ્તાના બીજા સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું. આ રીતે ચાંગોદર સુધીના સીસીટીવી મળ્યાં. જે આખા રૂટ પર અપહરણકાર શુભમને ચાલતા લઈ જતો દેખાયો. પોલીસે શુભમના ફોટા તાત્કાલીક ગુજરાતભરની પોલીસ અને ચાઇલ્ડકેરના સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. જેનો ફાયદો એ થયો કે મંગળવારે બાળકને સુરત રેલવે સ્ટેશન પર એકલા જોઈને ઓળખી લેવાયો અને હેમખેમ પરત લવાયો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોલીસ માટે શુભમ અપહરણ કેસ એટલા માટે પણ મહત્વનો હતો કારણ કે તેનો પરિવાર અત્યંત ગરીબ છે. પરિવાર થોડા સમય પહેલા જ ઉત્તરપ્રદેશથી અમદાવાદ પેટીયુ રળવા આવ્યો હતો. ગરીબ પરિવારના આ બાળકનું અપહરણ કોણે કર્યું અને શા માટે કર્યું એ જાણવું પોલીસ માટે મહત્વનું હતું તો સાથે પોલીસ આ પરિવારની મદદ ન કરે તો માત્ર શ્રીમંતોના જ કેસની તપાસ થાય તેવું કલંક પણ લાગે તેમ હતુ. જો કે શુભમની તપાસ માટે અનેક એજન્સીઓને કામે લગાડવામાં આવી અને અંતે સફળતા મળી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એક જ અઠવાડિયામાં બે માસૂમ બાળકોના અપહરણના કિસ્સામાં પોલીસની ઝડપી કામગીરીના કારણે બંને બાળકો હેમખેમ પરિવારને મળી ગયા છે. આ પહેલાં સાબરમતીમાં 1.5 વર્ષની બાળકીનું અપહરણ થયું અને સાંજે જ આરોપી ઝડપાઈ ગયો. જ્યારે કાગડાપીઠમાં શુભમ 6 દિવસે મળ્યો પણ સદનસીબે હેમખેમ મળ્યો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article