બનાસકાંઠાની દેવપુરાની નર્મદા કેનાલમાં ચાર યુવતીઓએ ઝંપલાવીને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. વાવના દેવપુરા પાસે આ ઘટના બની હતી કે જ્યાં ચાર યુવતીઓએ સામૂહિક આપઘાત કર્યો હતો. કેનાલ પાસેથી યુવતીઓના ચંપલ અને સુસાઈડ નોટ મળી આવી છે જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ ચારેય યુવતીઓમાંથી બે બહેનો હતી જ્યારે અન્ય બે યુવતી તેમની ગાઢ મિત્ર હતી અને સુસાઈડ નોટના પ્રમાણે મીનાક્ષી નામની એક યુવતીએ વાલની બિમારીને કારણે આપઘાત કર્યો હતો જ્યારે તેની બહેનને સાસરે જવું ન હતુ તેથી મોતને વ્હાલું કર્યુ હતુ તો અન્ય 2 યુવતીઓએ વિરહમાં મોતને વ્હાલું કર્યુ હતું.
હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણ યુવતીઓના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય એકના મૃતદેહની શોધખોળ ચાલુ છે. તપાસમાં સામે આવ્યુ છે કે આ ચારેય યુવતીઓ ઠાકોર સમાજની છે. મૃતક યુવતીઓમાંથી ત્રણ પરિણિત છે જ્યારે એક અપરિણિત હોવાનું સામે આવ્યુ છે. હાલ પોલીસે સુસાઈડ નોટના આધારે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.