Ahmedabad: તહેવારની શરૂઆત પહેલા જ કોરોનાનું જોખમ વધ્યું, એક જ સોસાયટીમાં મળ્યા આટલા કેસ

Ahmedabad: તહેવારની શરૂઆત પહેલા જ કોરોનાનું જોખમ વધ્યું, એક જ સોસાયટીમાં મળ્યા આટલા કેસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:19 PM

Ahmedabad: શહેરની એક જ સોસાયટીમાં 4 કોરોના કેસ સામે આવતા આજુબાજુના વિસ્તારમાં ભય ફેલાયો છે. તેમજ કોરોના વધતા આવનારા તહેવારોને લઈને પણ ચિંતા વધી છે.

તહેવારની શરુઆત થતા પહેલા જ કોરોનાનું જોખમ વધ્યું છે. અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં કોરોનાના કેસ આવતા ચકચાર મચી જવા પામ્યો છે.  વસ્ત્રાપુરના બોડકદેવ વિસ્તારમાં આવેલી આકાશનીમ બંગલોમાં 4 કેસ નોંધાયા છે. માહિતી અનુસાર એક જ પરિવારને કોરોના થયો હોવાની વાત સામે આવી છે. હાલ તો કોરોના થયેલા લોકોને કોરેન્ટાઇન કરાયા છે. બીજી તરફ તહેવાર પહેલા કોરોના કેસ આવતા તંત્રની ચિંતા વધી છે. ડોકટરોએ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા લોકોને અપીલ કરે છે.

તમને જણાવી દઈએ કે એક જ સોસાયટીમાં 4 કોરોના કેસ સામે આવતા આજુબાજુના વિસ્તારમાં ભય ફેલાયો છે. વસ્ત્રાપુરના બોડકદેવ વિસ્તારમાં આકાશનીમ બંગલોમાં નોંધાયેલા કેસ એક જ પરિવારના હોવાની માહિતી પણ સામે આવી છે. કોરોના થયેલા લોકોને હાલ કોરેન્ટાઇન કરાયા છે. તેમજ AMCની ટિમ સતત માહિતી અને મુલાકાત પણ લઈ રહી છે. જોકે તહેવાર પહેલા કોરોના કેસ આવતા ચિંતા વધી છે. અને ચિંતા એ વાતની પણ વધી છે કે તહેવારમાં જમા થતી ભીડ વધુ કેસ નોતરી શકે છે. સાથે જ સો સોશિયલ ડિસ્ટન્સ ભંગ અને માસ્ક વગરના લોકો પણ જોખમી બની શકે છે. આવામાં વેકસીન લીધા બાદ બિન્દાસ્ત ફરી રહેલા લોકો પણ જોખમ સાબિત થઇ શકે છે. જેને જોઇને ડોકટરોએ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા અપીલ કરી છે.

 

આ પણ વાંચો: TV9ના અહેવાલની અસર, પાદરા-જંબુસર હાઇવે પરના બિસ્માર માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યુ

આ પણ વાંચો: Gandhinagar: 162 ઉમેદવારોના ભાવિ EVM માં સીલ, જાણો ચૂંટણીના કુલ મતદાનથી લઈને વિવાદો વિશે

g clip-path="url(#clip0_868_265)">