Gandhinagar: 162 ઉમેદવારોના ભાવિ EVM માં સીલ, જાણો ચૂંટણીના કુલ મતદાનથી લઈને વિવાદો વિશે

Gandhinagar: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં (GMC Election) અનેક સ્થળે બબાલ જોવા મળી છે. આ સાથે મતદાન પૂર્ણ થયું. ચાલો જાણીએ કેટલું થયું મતદાન.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 8:33 PM

ગાંધીનગર મનપાની ચૂંટણી આજે યોજાઈ. આજે 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં મતદાનના આંકડા એવરેજ રહ્યા. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઘણા વિવાદો અને બબાલ સાથે મતદાન પૂર્ણ થયું છે. તમને જણાવી દઈએ કે ગાંધીનગર મનપાનું સરેરાશ 56.51 ટકા મતદાન થયું છે. સૌથી વધુ વોર્ડ નંબર-7માં 66.94 ટકા મતદાન થયું. સૌથી ઓછું વોર્ડ નંબર-5 માં મતદાન થયું. જે 41.73 ટકા મતદાન હોવાનું જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે વોર્ડ નંબર-1 માં પણ સરેરાશ 65 ટકા મતદાન જોવા મળ્યું છે. 162 ઉમેદવારોના ભાવિ EVM માં સીલ કરવામાં આવ્યા. દિવસ દરમિયાન ઘણી ફરિયાદો જોવા મળી. તેમજ ઘણા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. હવે 5 મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. અને રાજકીય પક્ષોના ઉમેદવારોના ભાવિનો ફેંસલો એ જ દિવસે થશે.

તમને એ પણ જણાવી દઈએ કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં (GMC Election) અનેક સ્થળે બબાલ જોવા મળી છે. વોર્ડ-10 હેઠળના સેક્ટર-6માં આપના કાર્યકરોને માર મરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યાં કારમાં આવેલા શખ્સોએ માર માર્યાની ફરિયાદ થઇ છે. સાથે જ બૂથ તોડી નાખવામાં આવ્યું હોવાનો આપનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સેક્ટર-15માં આપના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકરો પાસે આઈ-કાર્ડ માંગવામાં આવ્યા.

સેક્ટર-22માં મતદાર યાદીમાંથી મતદારોના નામ ગુમ થવાથી હંગામો થયાના અહેવાલ પણ સામે આવ્યા હતા. તેમજ સેક્ટર-24માં ભાજપના કાર્યકરો ખેસ પહેરીને આવ્યાની ફરિયાદ પણ જોવા મળી. ભાટ ગામે મોટો હોબાળો જોવા મળ્યો. વોર્ડ-11 ના ભાટ ગામમાં બોગસ વોટિંગનો આક્ષેપ લાગ્યો છે. જેમાં ભાજપે બોગસ વોટિંગ કરાવ્યાનો આપનો આરોપ છે. તો ગાંધીનગર એસપીએ ઘટનાસ્થળે જઈ કરી તપાસ હતી. ભાટ ગામમાં ચૂંટણી મથકની બહાર પાર્ટીઓના ટેબલ પર લોકોની ભીડ ભેગી થઇ ગઈ. ત્યાં ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો આવ્યા સામ-સામે આવી ગયા. તો બીજી તરફ વોર્ડ-9 ના મતદાન મથક બહાર તોડફોડ પણ જોવા મળી. પ્લાસ્ટિકની ખુરશીઓ તોડી પેપર ફાડવામાં આવ્યાની ફરિયાદ થઇ છે. આપના કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: એ ધડામ! રાજકોટમાં ખરાબ રસ્તાના કારણે એક, બે નહીં, સર્જાયા અનેક અકસ્માત – જુઓ Video

આ પણ વાંચો: Surat: ગુડ ટચ બેડ ટચ અંગે સમજ આપતો કાર્યકમ યોજાયો, મહિલા DCP તેમની બાળકી સાથે રહયા હાજર

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">