મોબાઇલ અને ઈન્ટરનેટના જમાનામાં બાળકોમાં સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે લગાવ અને જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી સુરતની નાલંદા વિદ્યાલયે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. નાલંદા વિદ્યાલયમાં 3 હજાર 100 વિદ્યાર્થીઓએ એક સાથે 21 વાર સમૂહ હનુમાન ચાલીસાનું પઠન કર્યું છે. આ કાર્યક્રમ દ્વારા શાળાએ લંડન બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ અને ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં પોતાની દાવેદારી રજૂ કરી છે. મહત્વપૂર્ણ છે કે શાળામાં હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
આ પણ વાંચો : Gujarati video: સુરત પોલીસે નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો
થોડા દિવસ અગાઉ રાજકોટના એક ‘હનુમાન ભક્ત’ રેસ્ટોરાં માલિકે બાળકોમાં ધાર્મિક તેમજ સનાતન સંસ્કૃતિથી માહિતગાર કરવા માટે અનોખો પ્રયોગ કર્યો હતો. રેસ્ટોરાં માલિકે હનુમાન ચાલીસા મોઢે બોલનાર બાળકને અનલિમિટેડ ફ્રી ફૂડ આપવાની જાહેરાત કરી હતી. રેસ્ટારાં માલિકે આ અંગે જણાવ્યું હતું કે હું આ સ્કીમ આજીવન ચાલુ રાખીશ. એક લાખ બાળકો હનુમાન ચાલીસા બોલતા થાય તેવો મારો ઉદ્દેશ છે.
Published On - 1:54 pm, Tue, 28 February 23