વરસાદી કહેરથી સુઈગામમાં 300 પશુઓના મોત, ખેતરોમાં લહેરાતો પાક પાણીમાં ડૂબ્યો

બનાસકાંઠાના સુઈગામમાં આકાશી આફતથી 300 થી વધુ પશુઓના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. વાવ, થરાદ, સુઈગામ અને ભાભર પંથકમાં એક લાખ 98 હજાર હેક્ટરમાં કરેલ વાવેતર મોટાભાગે પાણીમાં ડૂબી જવા પામ્યું છે. વરસાદી પાણીથી અનેક પશુઓ તણાયા છે. એકલા સુઈગામમાં 300 પશુઓના મોત થયા છે.

વરસાદી કહેરથી સુઈગામમાં 300 પશુઓના મોત, ખેતરોમાં લહેરાતો પાક પાણીમાં ડૂબ્યો
| Edited By: | Updated on: Sep 09, 2025 | 5:20 PM

બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં 24 કલાકમાં પડેલા 20 ઈંચ જેટલા અતિભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. આજે વરસાદના વિરામ બાદ પણ ચોમેર પાણી જ પાણી જોવા મળે છે. આ સ્થિતિ માત્ર સુઈગામની જ નથી. બનાસકાંઠાના વાવ, ભાભર, થરાદ વગેરે વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયેલા છે. ખેતરોમાં લહેરાતો પાક વરસાદી પાણીમાં ડૂબી ગયો છે. જ્યારે અનેક દૂઘાળા પશુઓના મોત થયા છે. એકલા સુઈ ગામમાં જ 300થી વધુ પશુના મોતના સમાચાર સામે આવ્યા છે. સ્થિતિ પૂર્વવત થતા સર્વે હાથ ધરાશે ત્યારે ખાનાખરાબીની સ્થિતિ સાફ થશે.

બનાસકાંઠાના સુઈગામમાં આકાશી આફતથી 300 થી વધુ પશુઓના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. વાવ, થરાદ, સુઈગામ અને ભાભર પંથકમાં એક લાખ 98 હજાર હેક્ટરમાં કરેલ વાવેતર મોટાભાગે પાણીમાં ડૂબી જવા પામ્યું છે. વરસાદી પાણીથી અનેક પશુઓ તણાયા છે. એકલા સુઈગામમાં 300 પશુઓના મોત થયા છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને મહેનત મજૂરીથી વાવેતર કરેલો પાક પાણીમાં નષ્ટ થયો છે. સરહદ વિસ્તારમાં પાકને મોટા પાયે નુકસાન અને પશુઓની મોટાપાયે ખુવારી થઈ છે.

કુદરતનો કહેર પરંતુ સરકાર પાસે રાહત અને મદદની અપેક્ષા છે. હજુ પાણી ઓસર્યા બાદ સુઈ ગામની સ્થિતિ સ્પષ્ટ અને ભયાનક થશે. અનેક પશુઓના મોત પામવાથી અને અનેક મકાનો અનેક ખેતરો અનેક દુકાનો અને ધંધા રોજગાર પર પડેલી કુદરતી આફતે સુઈગામને બરબાદ કર્યું.

સુઈગામ, ભાભર, વાવ અને થરાદમાં પશુઓના મોત થયા હોવાનું પશુ પાલન વિભાગે સ્વીકાર્યું છે. 300 લોકોની ટીમ પશુઓના સર્વે અને સારવાર માટે લાગી છે. પાણી ઓસરે અને સ્થિતિ સામાન્ય થશે ત્યારે પશુ મોતની વધુ ખબર પડશે.  ખેતીવાડી વિભાગે કહ્યું સુઈ ગામમાં વાવમાં થરાદમાં પાકને મોટાભાગે નુકસાન. સરકારના આદેશ બાદ અને પાણીઓસર્યા બાદ પાક નુકસાની નો સર્વે થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:19 pm, Tue, 9 September 25