નેપાળ પોલીસને જોઈ પોપટની જેમ બોલવા લાગ્યો મહાઠગ વિનય શાહ

|

Nov 30, 2018 | 5:27 AM

ગુજરાતી મીડિયામાં પહેલીવાર કૌભાંડી વિનય શાહ પર મોટો ખુલાસો VIDEO જુઓ:  260 કરોડનું મહાકૌભાંડ કરનાર વિનય શાહના એક-એક રાઝ જાણવા ટીવી નાઇન પહોંચ્યું નેપાળ. તમને જણાવીએ કે મહાઠગે નેપાળ પોલીસને થાપ આપવા કેવું તરકટ રચ્યું હતું. વિનય શાહ અને તેની સાથીદાર ચંદા થાપાના સંબંધો અંગે પણ થયો ખુલાસો. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

નેપાળ પોલીસને જોઈ પોપટની જેમ બોલવા લાગ્યો મહાઠગ વિનય શાહ
Rs.260 crore ponzi scam accused Vinay Shah confessed during Nepal police interrogation

Follow us on

ગુજરાતી મીડિયામાં પહેલીવાર કૌભાંડી વિનય શાહ પર મોટો ખુલાસો

VIDEO જુઓ: 

260 કરોડનું મહાકૌભાંડ કરનાર વિનય શાહના એક-એક રાઝ જાણવા ટીવી નાઇન પહોંચ્યું નેપાળ. તમને જણાવીએ કે મહાઠગે નેપાળ પોલીસને થાપ આપવા કેવું તરકટ રચ્યું હતું. વિનય શાહ અને તેની સાથીદાર ચંદા થાપાના સંબંધો અંગે પણ થયો ખુલાસો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વિનય શાહે નેપાળ પોલીસની ધરપકડથી બચવા માટે કોઈ ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી સ્ટોરી ઘડી હતી. પરંતુ મહાઠગ વિનય શાહના પ્લાનનો પર્દાફાશ થઈ ગયો.

મહાઠગ વિનય શાહના પ્લાનનો પર્દાફાશ

હજારો લોકોને ઠગનારો વિનય શાહ પોતાને એટલો શાતિર માનતો કે તેને એમ જ થતું કે તે ક્યારેય ગુજરાત પોલીસના હાથે નહીં લાગે. તેને પોતાના પ્લાન પર ખૂબ ભરોસો હતો. તેથી જ તેની સ્ત્રી મિત્ર ચંદા સાથે નેપાળના પાટનગર કાઠમાંડુથી આશરે સવા બસો કિલોમીટર દૂર આવેલા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પોખરામાં પહોંચ્યો.

આ પણ વાંચો: જ્યારે નેપાળમાં પણ વિનયે ન છોડી ઠગવૃત્તિ! TV9નો EXCLUSIVE રિપોર્ટ

પોખરા એક મોટું પ્રવાસન સ્થળ છે. દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં આવતા હોય છે. તેથી જ શંકાસ્પદ લોકોની હિલચાલ પર નજર રાખવા સ્થાનિક પોલીસે બાતમીદારો રાખ્યા છે. એક બાતમીદારને વિનય શાહની કરતૂતો ભેદી જણાઈ. તેણે પોખરા પોલીસને જાણ કરી. તે બાતમીના આધારે પોલીસે હોટેલ પર દરોડો પાડી વિનય શાહને રૂ.32 લાખની કિંમતની વિદેશી ચલણી નોટો સાથે દબોચી લીધો. વિનય શાહની સાથે તેની સાથીદાર ચંદા થાપા પણ હાથ લાગી.

Chanda Thapa

પોલીસને જોતાં જ મહાકૌભાંડી વિનય શાહને પરસેવો છૂટી ગયો. તેને લાગ્યું કે તેનો ભાંડો ફૂટી ગયો છે અને તેથી તે પોપટની જેમ બધુ બોલવા લાગ્યો.

ચાલાક વિનય શાહે હોટલના રૂમમાં જ પોલીસને લાંચ આપીને છૂટવાનો દાવ અજમાવી જોયો. પરંતુ પોલીસે તેને તેની હેસિયત બતાવી દીધી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ. તેના નામના આધારે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું તો ભાંડો ફૂટ્યો કે આ મહાશય તો રૂ.260 કરોડનો ચૂનો ચોપડીને ભારતના ગુજરાતથી ફરાર થયેલો છે. અને ત્યારબાદ નેપાળ પોલીસે ગુજરાત પોલીસને તેની જાણકારી આપી.

[yop_poll id=76]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:27 am, Fri, 30 November 18

Next Article