ગુજરાતમાં(Gujarat) કંડલા અને મુંદ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ(Pipavav Port) પરથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો(Drugs) જથ્થો ઝડપાયો છે. ડીઆરઆઇ,કસ્ટમ અને એટીએસના સંયુક્ત ઓપરેશનથી પોર્ટ પરના કન્ટેનરમાંથી 450 કરોડનું હેરોઇન ઝડપ્યું છે. પીપાવાવ પોર્ટ પર પાંચ મહિનાથી આવેલ સુતળીના કન્ટેનરમાં હેરોઇન છુપાડ્યું હતું.ગુજરાતમાંથી ડ્રગ્સનો જથ્થો મોટી માત્રામાં મળી આવતા તમામ સેન્ટ્રલ એજન્સીઓના એલર્ટ થઈ ગઇ છે..બીજી બાજુ ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા સપ્તાહ માં અલગ અલગ મળીને કુલ 436 કિલો હેરોઇન કબજે કરવામાં આવ્યું છે જેની કિંમત 2180 કરોડ રૂપિયા થઇ રહી છે. તેની સાથે જ ડ્રગ્સનો જથ્થો મોકલનાર ડ્રગ્સ માફિયાને પકડવા અલગ અલગ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે.એક બાદ એક ડ્રગ્સના કન્સાઇનમેન્ટ હોય કે બોટ મારફતે દરિયાઇ સીમાંથી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે..આવી જ રીતે એક માહિતી ગુજરાત એટીએસને મળી હતી કે પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાં ડ્રગ્સ પડ્યું છે..જેને લઈ ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ સંયુક્ત ઓપરેશથી પીપાવાવ પોર્ટ પર સુતળી ભરેલું એક કનસાઇન્ટમેન્ટ પકડયું..જેમાં કન્ટેનરમાં સુતળીમાં હેરોઇન ડુબાડી રાખી હતી.જો કે આશરે 80 થી 90 કિલો હેરોઇન જથ્થો કુલ 450 કરોડ મળી આવ્યો છે..પરતું તપાસ શરૂ હોવાથી હેરોઇન મુદ્દામાલમાં વધારો થઈ શકે છે.
પીપાવાવ થી પકડાયેલ કન્ટેનર છેલ્લા પાંચ મહિના થી પોર્ટ પર પડ્યું હતું..જે અફઘાનિસ્તાનથી દુબઈ વાયા કન્ટેનર પોર્ટ પર આવ્યું હતું..પરતું કસ્ટમ ક્લિયરન્સ ન થયું હોવાથી પડ્યું હતું તેવામાં ગુજરાત એટીએસની માહિતી મળતા હેરોઇન જથ્થો પકડાયો..જોકે થોડા દિવસ પહેલા કંડલા પોર્ટ પરથી જીપ્સમના કન્ટેનરમાં 205 કિલો હેરોઇન જથ્થો મળી આવ્યો જેની બજાર કિંમત 1439 કરોડ થાય છે..જે કનસાઇન્ટમેન્ટ ઈરાન થી આવ્યું હતું.
પરતું ગુજરાતમાં બન્ને કન્ટેનર રહેલ હેરોઇન ક્યાં જવાનું હતું તે દિશા અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે..બીજી બાજુ મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ડ્રગ્સ માફિયાઓ દ્વારા અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી વાપરી હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે…પણ ગુજરાત એટીએસના હાથે ઝડપાઇ જાય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં PSIની ભરતી પરીક્ષાના પરિણામને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વિસંગતતાથી ભરેલું ગણાવ્યું
આ પણ વાંચો : Surat : ઉનાળુ વેકેશનમાં વધતી ધરફોડ ચોરી અંગે સતર્ક રહેવા લોકોને પોલીસની અપીલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 11:15 pm, Fri, 29 April 22