VIDEO: ઓઢવ લઠ્ઠાકાંડ કેસમાં સેશન્સ કોર્ટે આપ્યો ચૂકાદો, 6 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દારૂના નામે ઝેર વેચતા 6 આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. 123 લોકોને ભરથી જનારા આ કેસમાં સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી વિનોદ ડગરી સહિત 6 આરોપીને દોષિત ઠેરવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો દોષિત જાહેર કરવામાં આવેલા આ એ આરોપીઓ છે. […]

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દારૂના નામે ઝેર વેચતા 6 આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. 123 લોકોને ભરથી જનારા આ કેસમાં સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી વિનોદ ડગરી સહિત 6 આરોપીને દોષિત ઠેરવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દોષિત જાહેર કરવામાં આવેલા આ એ આરોપીઓ છે. જેઓ દારૂના નામે લોકોને ઝેર વેચતા હતા. હૈયુ કંપાવનારી આ ઘટનામાં 123 લોકોના ટપોટપ મોત થયા હતા. જેના પાછળ મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી જવાબદાર હતો. અનેક પરિવારો આ શખ્સોને સજા મળે તે માટે ન્યાય માગી રહ્યા હતા. આ એક એવો કેસ છે, જેની સુનાવણી 10 વર્ષ સુધી ચાલી અને હવે તેનો ચુકાદો આવ્યો છે.
વર્ષ 2009ના ઓઢવ લઠ્ઠાકાંડ કેસમાં 6 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. લઠ્ઠાકાંડમાં કુલ 123 લોકોનાં મોત થયા હતા. કેસમાં 33થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ચુદાકો આપતા 6 આરોપીને દોષિત જાહેર કર્યા છે. સુનાવણી દરમિયાન 650 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.
[yop_poll id=”1″]
આ પણ વાંચો: જાણો ભારત અને શ્રીલંકા બંને ટીમમાંથી કઈ ટીમ છે દમદાર, ભારત પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને આવી શકશે?

