સુરતમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. જ્યાં બે યુવકો પેટ્રોલ પંપ પર આવે છે. અને પેટ્રોલ પુરાવ્યા બાદ ફટાકડો સળગાવીને ફેંકીને ભાગી જાય છે. દીવાળીના તહેવારમાં પેટ્રોલ પંપ પર ફટાકડો ફોડી ભાગી જનાર ટીખળખોરની ધરપકડ કરવામાં આવી છે. ગત સોમવારે સુરતના યુનિવર્સિટી રોડના રાધે પેટ્રોલ પંપ પર આ ઘટના ઘટી હતી. બે શખ્સો બાઈક પર પેટ્રોલ પુરાવા માટે આવ્યા હતા. અને પેટ્રોલ પુરાવ્યા બાદ બાઈકની પાછળ બેસેલા શખ્સે ફટાકડો સળગાવી પંપ પર ફેકી ભાગી ગયા હતા.
આ સમગ્ર બનાવ CCTV માં કેદ થતા પેટ્રોલ પંપના માલિકે ફરીયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે CCTVના આધારે બંને શખ્સની ધરપકડ કરી પુછપરછ કરી હતી. જેમાં બંનેએ ટીખળખોરી માટે જ આ કૃત્ય કર્યુ હોવાનું કબુલ્યું હતુ. ઉલ્લેખનીય છે કે આ બનાવમાં કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તેમ હતી. ત્યારે પોલીસે ગંભીરતા દાખવી ટીખળખોરો સામે કાર્યવાહી કરી છે.
આ અંગે CCTV મ અજોવા મળે છે તેમ બે યુવાનો ટુ વ્હીલરમાં પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. બાદમાં બંને ત્યાંથી નીકળતા હતા ત્યારે સળગાવેલા ફટાકડાને પંપના પાઇપ પર ફેકી ભાગી જાય છે. જોકે, કર્મચારીએ સમયસૂચકતા વાપરી હતી. અને આ ફટાકડાને તારત જ ત્યાંથી હટાવી દીધા હતા. આથી ફટાકડા પાઇપથી દૂર ફૂટયા હતા. જો ફટાકડા પાઇપ પાસે ફૂટ્યા હોત તો કદાચ આ મશ્કરી મોટી દૂર્ઘટનામાં પરિવર્તિત થઇ ગઇ હોત.
આ પણ વાંચો: Diwali 2021: દિવાળીની રાત્રે આ અચૂક ઉપાયોથી ચમકી જશે કિસ્મત, જાણો આ ચમત્કારી ઉપાયો વિશે