15 ધારાધોરણનું પાલન કરો અને કરાવો ચાર મજલા ફલેટનો પ્લાન ૨૪ કલાકમાં પાસ, મુખ્યમંત્રી ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ

|

Dec 04, 2020 | 2:56 PM

મુખ્યપ્રધાન ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ રાજ્યમાં શરુ થઇ ચુકી છે. આ પરમીશનના પ્રતાપે અગર આપ ચાર માળની ઈમારતનો પ્લાન પાસ કરાવવા માગો છો તો માત્ર 24 કલાકમાં એ શક્ય બનશે. આ માટે સરકારે સુચવેલા 15 ધારાધોરણનું પાલન કરવાનું રેહશે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન, બાંધકામ પરવાનગી સિસ્ટમ 2.0નો ગુરુવારે પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાને રાજ્યના વિકાસની રૂપરેખા આપી હતી. […]

15 ધારાધોરણનું પાલન કરો અને કરાવો ચાર મજલા ફલેટનો પ્લાન ૨૪ કલાકમાં પાસ, મુખ્યમંત્રી ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ

Follow us on

મુખ્યપ્રધાન ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ રાજ્યમાં શરુ થઇ ચુકી છે. આ પરમીશનના પ્રતાપે અગર આપ ચાર માળની ઈમારતનો પ્લાન પાસ કરાવવા માગો છો તો માત્ર 24 કલાકમાં એ શક્ય બનશે. આ માટે સરકારે સુચવેલા 15 ધારાધોરણનું પાલન કરવાનું રેહશે.

ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન, બાંધકામ પરવાનગી સિસ્ટમ 2.0નો ગુરુવારે પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાને રાજ્યના વિકાસની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોએ જે ધક્કા ખાવા પડતા હતા તેની મંજુરી ૨૪ કલાકમાં ઓનલાઈન મંજુરી માટે મળી જશે.  માત્ર એક ટકા લોકો જ ખોટું કરે છે જ્યારે બાકીના 99 ટકા લોકો ઈમાનદાર છે જે હંમેશાં સારી વ્યવસ્થા જ ઈચ્છે છે તેમને તકલીફ ના પડે તેવી સરકાર પ્રતિબદ્ધ છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મહદ અંશે ટેનામેન્ટ, બંગ્લોઝની સ્કીમ અને ચાર માળની હાઈટના ફલેટ બનાવનારા લોકોને આ ઓનલાઇન સિસ્ટમનો ઘણો ફાયદો થશે.

ઓનલાઇન પ્લાન પાસ માટેનાં 15 પેરામીટર્સ
1) માર્જિન
2) પાર્કિગ
3) હાઇટ ઓફ બિલ્ડિંગ
4) લિફ્ટ એન્ડ એલિવેટર
5) એફએસઆઇ
6) સ્ટેરકેસ
7) ગ્રાઉન્ડ કવરેજ
8) કોમન પ્લોટ
9) એક્સેસ રોડ- એપ્રોચ રોડ
10) ઓપન ટુ સ્કાય
11) સેટ બેક
12) ઝોન – રોડની પહોળાઇ મુજબ મંજૂરી
13) ફ્લોરની હાઇટ
14) ઇન્ટરનલ રોડ
15) ફાયર રેગ્યુલેશન

ઓનલાઇન સિસ્ટમમાં પ્લાન તૈયાર કરનાર આર્કિટેક્ટ- એન્જિનિયર દ્વારા ખોટી બાંહેધરી અથવા નિયમોનાં ઉલ્લંઘન કરાયું હોવાનું ધ્યાને આવશે તો આવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ઉપરાંત લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાશે.

 

https://www.facebook.com/tv9gujarati/videos/752197748708440

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 1:44 pm, Fri, 4 December 20

Next Article