VIDEO: સુરતમાં ડેન્ગ્યુના ડંખે 14 વર્ષીય કિશોરનો ભોગ લીધો, વિપક્ષે શાસકપક્ષ સામે લગાવ્યા બેદરકારીના ગંભીર આક્ષેપો

|

Oct 26, 2019 | 5:29 AM

સુરતમાં ડેન્ગ્યુને કારણે 14 વર્ષીય બાળકનું મોત થયું છે. છેલ્લા કેટલાક દિવસથી સારવાર લઈ રહેલા બાળકનું આજે ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાને કારણે હોસ્પિટલો ઉભરાઈ રહી છે, ત્યારે સાથે જ ખાસ કરીને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ જ નવી સિવિલ […]

VIDEO: સુરતમાં ડેન્ગ્યુના ડંખે 14 વર્ષીય કિશોરનો ભોગ લીધો, વિપક્ષે શાસકપક્ષ સામે લગાવ્યા બેદરકારીના ગંભીર આક્ષેપો

Follow us on

સુરતમાં ડેન્ગ્યુને કારણે 14 વર્ષીય બાળકનું મોત થયું છે. છેલ્લા કેટલાક દિવસથી સારવાર લઈ રહેલા બાળકનું આજે ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાને કારણે હોસ્પિટલો ઉભરાઈ રહી છે, ત્યારે સાથે જ ખાસ કરીને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.

ત્યારે બે દિવસ અગાઉ જ નવી સિવિલ હોસ્પિટલમાં પાંડેસરાની મહિલાનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યુ હતું, ત્યારે આજ રોજ વધુ એક બાળકનો ડેન્ગ્યુએ ભોગ લીધો છે. લીંબાયતના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ મહાનગરપાલિકા પર ગંભીર આરોપો મુક્યા હતા અને જણાવ્યું હતું કે રોગચાળાને ડામવા સૂરત મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ નિવડું છે અને તેની નિષ્ફળતા છુપાવવા માટે મહાનગરપાલિકા રોગચાળા અને તેના ભોગ બનેલા લોકોના આંકડા છુપાવી રહી છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખાસ કરીને સુરતની ખાનગી હોસ્પિટલોમાં જે ડેન્ગ્યુ અને પાણી જન્ય રોગોના આંકડા આપવાના હોય છે તે પણ તેઓ નહીં આપી તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યું છે, ત્યારે આજ રોજ સુરતની એપલ હોસ્પિટલે પણ છેલ્લા 5 દિવસથી સારવાર લઈ રહેલા બાળકની માહિતી છુપાવી ગંભીર બેદરકારી સર્જી છે. આ બાબતે કોંગ્રેસ કોર્પોરેટરે હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે બીજી તરફ આ બાબતે આરોગ્ય અધિકારીએ પણ માત્ર તંત્રનો લુલો બચાવ કરી માત્ર સમગ્ર મામલે તપાસ કરવાના આદેશ આપી અને દોષી સામે કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article