સાબરકાંઠાની આ કહાનીઃ 14 વર્ષના સંદિપનો મગરે પગ પકડ્યો અને પછી આવી રીતે બચી જિંદગી

|

May 14, 2019 | 3:29 PM

ગુજરાતના સાબરકાંઠામાં 14 વર્ષનો કિશોર મગરના મોંઢામાં પહોંચી ગયો હતો અને પછી જે થયું તે રોમાંચક છે. 14 વર્ષનો કિશોર સંદિપ પરમાર ગુણભખારી ગામની નદીમાં નહાવા ગયો હતો. તેના મિત્રો પણ નદીમાં નાહતા હતા. અચાનક એક મગરે સંદિપનો પગ પોતાના મોઢાથી દબોચી લીધો હતો. પોતાને બચાવવા માટે સંદિપે બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધુ. સંદિપના મિત્રોએ […]

સાબરકાંઠાની આ કહાનીઃ 14 વર્ષના સંદિપનો મગરે પગ પકડ્યો અને પછી આવી રીતે બચી જિંદગી

Follow us on

ગુજરાતના સાબરકાંઠામાં 14 વર્ષનો કિશોર મગરના મોંઢામાં પહોંચી ગયો હતો અને પછી જે થયું તે રોમાંચક છે. 14 વર્ષનો કિશોર સંદિપ પરમાર ગુણભખારી ગામની નદીમાં નહાવા ગયો હતો. તેના મિત્રો પણ નદીમાં નાહતા હતા. અચાનક એક મગરે સંદિપનો પગ પોતાના મોઢાથી દબોચી લીધો હતો. પોતાને બચાવવા માટે સંદિપે બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધુ. સંદિપના મિત્રોએ પોતાની સતર્કતા અને સાહસ દેખાડતા મગર પર પથ્થરમારો કર્યો હતો.

TV9 Gujarati

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મિત્રોએ પથ્થરમારો કરતા મગરે સંદિપનો પગ છોડી દીધો હતો. સંદિપને તેના મિત્રોએ નદીના પાણીમાંથી બહાર કાઢીને ઘરે લઈ ગયા હતા. જે બાદ સારવાર માટે સંદિપને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સારવાર દરમિયાન જાણ થઈ કે સંદિપના પગનું હાડકું તૂટી ગયું છે. સંદિપના મિત્રોના સાહસની ચર્ચા બધા લોકો કરી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article