-40 ડિગ્રી તાપમાનમાં 13 ગુજરાતીઓએ કરી બતાવ્યું એવું કમાલ કે તમને પણ લાગી જશે ઠંડી

-40 ડિગ્રી તાપમાનમાં 13 ગુજરાતીઓએ કરી બતાવ્યું એવું કમાલ કે તમને પણ લાગી જશે ઠંડી

-39 ડિગ્રી તાપમાનમાં ૧૨ અમદાવાદી અને ૧ સુરતીએ માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ભારતના સૌથી ખતરનાક ૧૧૮૦૦ ફિટ પર આવેલા લદાખના ચાદર ટ્રેકને પાર કરીને સર્જ્યો ઈતિહાસ… ૨૬મી જાન્યુઆરી મનાવી ચાદર ટ્રેક પર. અત્યારે કોલ્ડવેવની અસરને કારણે આખુંય અમદાવાદ થીજી રહ્યું છે અમદાવાદનું તાપમાન દિવસમાં ૧૭ ડિગ્રીની આસપાસ જ રહે છે તો પણ અમદાવાદમા જાણે કે […]

Darshal Raval

| Edited By: Parth_Solanki

Feb 02, 2019 | 5:30 PM

-39 ડિગ્રી તાપમાનમાં ૧૨ અમદાવાદી અને ૧ સુરતીએ માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ભારતના સૌથી ખતરનાક ૧૧૮૦૦ ફિટ પર આવેલા લદાખના ચાદર ટ્રેકને પાર કરીને સર્જ્યો ઈતિહાસ… ૨૬મી જાન્યુઆરી મનાવી ચાદર ટ્રેક પર.

અત્યારે કોલ્ડવેવની અસરને કારણે આખુંય અમદાવાદ થીજી રહ્યું છે અમદાવાદનું તાપમાન દિવસમાં ૧૭ ડિગ્રીની આસપાસ જ રહે છે તો પણ અમદાવાદમા જાણે કે કર્ફ્યુ લાગ્યો હોય તેવું વાતાવરણ સર્જીતું હોય છે આવી પરિસ્થિતીમાં જો અમદાવાદનું તાપમાન માઈનસમાં હોય. વિચાર કરો કે અમદાવાદમાં ઠંડી માઈનસ ૪૦ડિગ્રી તો ??? વિચાર કરતા પણ ધ્રૂજી જવાય છતાં -૪૦ ડિગ્રી તાપમાનમાં અમદાવાદના ૯ અને ૩ સ્ત્રીઓએ સાથે ૧ સુરતીલાલીએ -૪૦ ડિગ્રી મ્હાત આપીને જીતના સિકંદર બન્યા છે

૧૭ તારીખના રોજ અમદાવાદની એડવેન્ચર કંપની વલ્ડઁ ટ્રેઝર દ્રારા ૧૩ લોકોએ લદ્દાખના ચાદર ટ્રેક જવાનું બીડું ઝડપ્યું…. જે ભારતનો સૌથી ખતરનાક ટ્રેક છે….આ ટ્રેક કરવો નાની સૂની વાત નથી આ ટ્રેક પહેલા જમ્મુ કાશ્મીર સરકાર અને લદાખ રેસ્કયુ સેન્ટર દ્રારા મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે આ ચેકઅપ દરમિયાન જો તમારું ઓકિસજન લેવલ ઓછું હોય તો આ ટ્રેકમાં આગળ જવા માટે પરમિશન આપવામા નથી આવતી.

શું છે ચાદર ટ્રેક ???

ચીનમાંથી નીકળીને ભારત તરફ વહેતી ઝંસ્કાર નદી ઠંડીમાં થીજી જાય છે ભારત તથા દેશભરના સાહસિકો આ ટ્રેકને સર કરવા જાય છે

થીજેલી નદી પર ટ્રેક દરમિયાન અમદાવાદના સાહસિકોએ ઘણી મુશ્કેલી સહન કરી…. જયા નદી થીજી નહોતી ત્યાં પાણી હોવા છતાં ઠંડા પાણીમાં નદી પાર કરી હતી… એક દિવસ એવો પણ આવ્યો કે નદી વધારે થીજેલી ન હોવાને કારણે પહાડોમાં રાત વીતાવવાનો વારો આવતો પરંતુ અમદાવાદના આ સાહસિકોએ હાર ન માની અને પોટર તથા ગાઇડની મદદથી જયા પાણી ઉડુ નહોતું ત્યાં પાણીમાં ચાલીને ટ્રેક પુરો કર્યો…. એટલું જ નહી આ દરમિયાન વહેતા પાણીમાં પગ લપસતા મૂઢ માર પણ સહન કર્યો હતો

જે રીતેની ચાદર ટ્રેકની પરિસ્થિતિ છે તે પ્રમાણે 2020 બાદ ચાદર ટ્રેક શક્ય નહીં બને તેવી ભીતિ સેવાઇ રહી છે. ત્યારે દરરોજ 500 લોકોને મળતી પરમીટમાં અમદાવાદના 12 અને સુરતની 1 વ્યક્તિને પરવાનગી મળતા તેઓ ગર્વ અનુભવી રહ્યા છે. જે તેમના માટે તો ગર્વની બાબત છે જ સાથે જ અમદાવાદ અને ગુજરાત માટે પણ ગર્વની બાબત છે. ત્યારે ટ્રેકર પણ ઈચ્છી રહ્યા છે કે લદાખનો ટ્રેક કે જે ગ્લોબલ વોર્મિંગના કારણે પરિસ્થિતિ બગડી રહી છે તે સુધરે. જેથી ફરીથી ટ્રેકર લદાખના ટ્રેકની મજા માણી શકે…

ચાદર ટ્રેક કેટલા દિવસનો અને કેવી રીતે પહોંચી શકાય ?

Day 1 અમદાવાદથી દિલ્હી એરપોર્ટ દિલ્હીથી લેહ એરપોર્ટ

Day 2 શરીરને વાતવરણ અનુકૂળ આવે તે માટે લેહ રોકાવું પડે છે

Day 3 લેહ પહોંચ્યા બાદ ૧ દિવસમાં

ટ્રેકર પર જનારા લોકોના નામ… 1.PRANAV GAUDHAVIYA ( M.O.I.) 3.JIMMY PATTANI ( BANKER) 4. SANJAY BANKAR ( BANKER) 5.HIRAL RANA ( ASST. MANAGER , INSURANCE) 6. HITEKSHA PATEL ( BANKER) 7. PRAKASH PATEL ( BUSINESSMAN) 8. AMIT JOSHI( BUSINESSMAN) 9. PRASHANT SINGH ( HR MANAGER ) 10. TANISHQ SHARMA ( operation Manager) 11. RAJANA LADWA ( RTD. POLICE INSPECTOR ) 12. RAJESH PATEL ( BUSINESS MAN) 13. JAYKISHAN BHAI ( BUSINESSES MAN)

[yop_poll id=”1004″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati