રાજ્યની શાળાઓમાં 1,100 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વાલીઓમાં ફરી વળ્યુ ચિંતાનું મોજુ

|

Jan 10, 2022 | 11:34 AM

એક તરફ વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાતા વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. બીજી તરફ શાળાઓમાં જ વિદ્યાર્થીઓના રસીકરણની કામગીરી શરુ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના (Corona)ની ત્રીજી લહેર (third wave)શરુ થઇ ગઇ છે. કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના કેસ પણ વધ્યા છે. આ સાથે જ વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે, કેમકે રાજ્યની શાળાઓ (Schools)માં 1100 જેટલા વિદ્યાર્થી (Student) કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યુ છે.

વિદ્યાર્થીઓમાં વધતુ સંક્રમણ

રાજ્યભરની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે અને માંડ માંડ શિક્ષણની ગાડી પાટે ચઢી છે. ત્યારે હવે આ ડરામણો ડેટા સામે આવ્યો છે, જેના કારણે વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. રાજ્યની શાળાઓમાં આશરે 1,100 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે અને હજુ તેમાં વધારો થાય તેવી શક્યતા છે.

સૌથી વધુ સુરતમાં વિદ્યાર્થી સંક્રમિત

સંક્રમિત વિદ્યાર્થીઓની વાત કરીએ તો સૌથી વધુ સુરતમાં 532 વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયા છે તો અમદાવાદ 45 અને ગાંધીનગરમાં 50 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવ્યાં છે. જ્યારે વડોદરામાં 20, રાજકોટમાં 83 વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા છે. જામનગરમાં 15 અને જૂનાગઢમાં 12 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

એક તરફ વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાતા વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. બીજી તરફ શાળાઓમાં જ વિદ્યાર્થીઓના રસીકરણની કામગીરી શરુ કરવામાં આવી છે. જો કે સંક્રમણ ફેલાવવાના ડરની વચ્ચે વાલીઓને બાળકને રસી લેવા પણ મોકલવા કે નહીં તેની અસમંજસ જોવા મળી રહી છે.

આ પણ વાંચો- NRIનો હબ ગણાતા આણંદ અને ખેડામાં કોરોનાનો મહાવિસ્ફોટ, બંને જિલ્લામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ખૂબ વધુ

આ પણ વાંચો- Banaskantha: લગ્નના ઓર્ડર કેન્સલ થતાં મંડપ અને કેટરર્સના વેપારીઓ મુકાયા ચિંતામાં, જાણો શું છે કારણ

 

Next Video