દિવાળી પહેલા 100 ટકા વેક્સિનેશનનો અભિગમ, આવતીકાલથી ડોર ટુ ડોર વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરાશે

| Edited By: | Updated on: Oct 12, 2021 | 4:07 PM

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટે અલગ અલગ યોજના અને ઘર બેઠા વેક્સિનનો અભિગમ અપનાવ્યો છે. કોરોના વેક્સિનેશન મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં આવતીકાલથી ડોર ટુ ડોર વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરાશે. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ટીમ મતદાર યાદી પ્રમાણે વેક્સિન ડ્રાઈવ યોજશે. જેમાં ડોર ટુ ડોર પહોંચીને બાકી રહેલા લોકોને વેક્સિન આપવામાં આવશે. તેમજ રાજકોટમાં રહેતા શારિરીક અશક્ત વ્યક્તિ, સગર્ભા મહિલા, ધાત્રી માતા અને સિનીયર સિટીઝનને ઘરે બેઠા રસી મેળવી શકશે જે માટે તેઓએ ૦૨૮૧-૨૨૨૦૬૦૦ પર ફોન કરવાનો રહેશે.

અમદાવાદમાં દિવાળી પહેલા 100 ટકા વેક્સિનેશનનો અભિગમ

કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન જરૂરી છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટે અલગ અલગ યોજના અને ઘર બેઠા વેક્સિનનો અભિગમ અપનાવ્યો છે. કોરોના વેક્સિનેશન મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તહેવારોમાં લોકો કોરોનાથી સુરક્ષિત રહેશે. દિવાળી પહેલા અમદાવાદ શહેરમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ જશે. દશેરા સુધીમાં અમદાવાદમાં તમામ લોકોનો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ પૂર્ણ થઈ જશે. શહેરમાં 50 ટકાથી વધુ લોકોના બંને ડોઝ પુરા થઈ જતાં હવે પૂર્ણ વેક્સિનેટેડ છે. જેમના બીજો ડોઝ બાકી છે તેઓની યાદી તૈયાર કરી વેક્સિન પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે.

જેમનો બીજો ડોઝ બાકી છે તેમને ફોન કરી જાણ કરાય છે: હેલ્થ ઓફિસર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમા કુલ 69.05 લાખ લોકોએ વેક્સિન લીધી છે. જેમાં 45.75 લાખ લોકોએ પહેલો અને 23.30 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. અમદાવાદમાં 18 વર્ષથી ઉપરની વયના 46.24 લાખ લોકો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લોકોએ બીજો ડોઝ નથી લીધો એવા કુલ 50,000 લોકો છે જેમને વેક્સિન લેવા માટે અમે દરરોજ ફોન કરી વેક્સિન લેવા જાણ કરી રહ્યાં છીએ.વેક્સિનેશન માટે અનેક સ્કીમો પણ લાવ્યાં છીએ અને તેઓને વેક્સિન અપાવી રહ્યા છીએ.