ગુજરાતમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામના 99,000 થયા, ક્યારે ઘટશે કિંમત ?

Gold price in Gujarat : સોનામાં છેલ્લા કેટલાક સમયથી સતત એક તરફી તેજી જોતા ટૂંક સમયમાં નાનકડુ કરેકશન આવશે. સતત તેજીને લઈને ભાવ થોડોક નીચો જરૂરથી આવશે. પરંતુ એવુ નહીં થાય કે ભાવ 60,000 થાય, પણ હાલમાં જે 99,000 થયો છે તેના કરતા ઓછો થવાની શક્યતા રહેલી છે.

ગુજરાતમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામના 99,000 થયા, ક્યારે ઘટશે કિંમત ?
| Edited By: | Updated on: Apr 17, 2025 | 9:25 PM

Today’s Gold price : વૈશ્વિક પરિબળને કારણે સોનાના ભાવમાં ભડકે બળે તેવી તેજી જોવા મળી રહી છે. આજે ગુજરાતના વિવિધ શહેરોમાં સોનાનો ભાવ 98,800થી લઈને 99,000 પહોચ્યો હતો. જો કે સોના અને ચાંદીના વેચાણની સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે, જે પ્રકારે સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે તે જોતા આગામી દિવસોમાં કેટલાક દિવસો માટે ભાવ નીચા જરૂરથી આવશે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલ ટેરિફ અને ચીન દ્વારા તેના કરવામાં આવતા પ્રતિકાર વચ્ચે વૈશ્વિક બજાર ગડમથલમાં અટવાયું છે. જેના પગલે, ગુજરાતમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ થવા પામ્યો છે. આ ભાવ વધારા અંગે સોના ચાંદી બજારના અગ્રણી ચોકસી જણાવી રહ્યાં છે કે, આંતરરાષ્ટ્રીયસ્તરે 3325 થી 3327 ડોલરનો ભાવ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે જ્યારે પણ ટ્રેડવોર કે રેગ્યુલર વોર ચાલે ત્યારે સોનાના ભાવમાં ઉછાળો આવે છે.

હાલમાં સોનામાં જોવા મળતી તેજી પાછળના કારણોમાં, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવેલા ટેરિફને માનવામાં આવે છે. સાથોસાથ ચાઈના અને યુએસએ વચ્ચે ટેરિફ બાબતે થઈ રહેલ ચર્ચા અને પ્રતિકારને કારણે પણ સોનાનો ભાવ વધ્યા છે. 200 ટકાથી વધુ ટેરિફ લગવાવામં આવી છે ચાઈના પર તેના કારણે ખરિદ શક્તિમાં અસર વર્તાશે.

સોના ચાંદી માર્કેટના અગ્રણીઓના કહેવા અનુસાર, સોનામાં કરાયેલ રોકાણે સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. સોનામાં કરાયેલ રોકાણ સામાન્ય રીતે વર્ષે 10થી 12 ટકા વળતર આપે છે. જો કે કોઈ પણ પ્રકારના રોકાણમાં નફા અને નુકસાનની સ્થિતિ તો રહે છે.

જો વૈશ્વિક સ્થિતિની વાત કરીએ તો, 1800થી 2000 ડોલરની વચ્ચે સોનાનો ભાવ રહેતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સતત એક તરફી તેજી જોતા ટૂંક સમયમાં નાનકડુ કરેકશન આવશે. સતત તેજીને લઈને ભાવ થોડોક નીચો જરૂરથી આવશે. પરંતુ એવુ નહીં થાય કે ભાવ 60,000 થાય, પણ હાલમાં જે 99,000 થયો છે તેના કરતા ઓછો થશે.

સોના ચાંદીને લગતા સમાચાર જાણવા માટે તમે અમારા ટોપિક પર ક્લિક કરો.

Published On - 8:35 pm, Thu, 17 April 25