ભારતમાં સોનાની ખાણ બની રહ્યો છે કચરો : ગટર અને રસ્તાના કચરામાંથી મળી રહ્યું છે અઢળક સોનું

સ્વભાવિક છે કે ઝવેરી દાગીના બનાવતી વખતે સોનાનો એક રજકણ પણ પડે નહીં તેની દરકાર લે છે પણ આટલી ચોકસાઈ છતાં નરી આંખે નજર ન પડે તેવી રજકણ ઉડે છે. ધૂળધોયા કોમના લોકો આ નરી આંખે પણ નજરે ન પડતા સોનાને શોધી કાઢી કમાણી કરે છે.

ભારતમાં સોનાની ખાણ બની રહ્યો છે કચરો : ગટર અને રસ્તાના કચરામાંથી મળી રહ્યું છે અઢળક સોનું
| Updated on: Jun 11, 2024 | 10:15 AM

ગુજરાતમાં સોનુ રોકાણ અને બચતનો એક મુખ્ય વિકલ્પ છે. ભવિષ્યમાં નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા કમાણીનો એક હિસ્સો સોનાના રૂપમાં રોકાણ કરી બચત કરવાની ગુજરાતીઓમાં વર્ષો જૂની પ્રથા છે. આજ કારણ છે કે ગુજરાતના લગભગ દરેક શહેરમાં ઝવેરી બજાર છે. અહીંની દુકાનોમાં સુંદર આભૂષણોમાં સોનુ ચમકે છે. એક તોલા સોનાની કિંમત રૂપિયા 74000 આસપાસ સોનુ અત્યંત કિંમતી ધાતુ છે. 10 ગ્રામ એટલેકે એક તોલાની કિંમત 74000 આસપાસ છે. સ્વાભાવિક છે કે ઝવેરી દાગીના બનાવતી વખતે સોનાનો એક રજકણ પણ પડે નહીં તેની દરકાર લે છે, પણ આટલી ચોકસાઈ છતાં નરી આંખે નજર ન પડે તેવી રજકણ કચરામાં, હાથ ધોવાથી ગટરમાં અને કારીગરના કપડામાં ઉડે છે. ધૂળધોયા નામની કોમ આ નરી આંખે પણ નજરે ન પડતા સોનાને શોધી કાઢી કમાણી કરે છે. સોનુ ગટરોમાં વહે છે ભરૂચના લાલબજાર નજીક આવેલા ચોક્સી બજારને ઝવેરીઓનું હબ માનવામાં આવે છે. ચોક્સી બજાર અને તેની આસપાસની શેરીઓ સુવર્ણકારો અને ઝવેરીઓ માટેનું કેન્દ્ર છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સુવર્ણકારો વ્યવસાય કરે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો