
આજે 11 જૂનના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 89850 રૂપિયા રહ્યો છે. જ્યારે ગઈકાલે તેની કિંમત 89950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.

બુધવારે, પેટીએમ પર એક ગ્રામ સોનું 9989 રૂપિયામાં ઉપલબ્ધ હતું. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, મંગળવારે 24 કેરેટ સોનાનો ભાવ વધીને 96359 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ પણ વધીને 107000 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.