
ખાસ વાત તો એ છે કે, આ તિજોરીમાં હજારો ખાનગી વોલ્ટ છે, જેમાં વિશ્વભરના ધનિક લોકો પોતાનું સોનું રાખી શકે છે. તિજોરીના માલિક ગ્રેગર ગ્રેગર્સનના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 'સોનાના સ્ટોરેજ'ની ડિમાન્ડમાં 88%નો વધારો થયો છે અને 'સોનાના વેચાણ'માં 200%નો વધારો થયો છે.

ઘણા લોકોનું કહેવું છે કે, ગોલ્ડ સ્ટોરેજ માટે સિંગાપોર જ કેમ? તો આની પાછળનું મુખ્ય કારણ છે કે, સિંગાપોરને એશિયાનું 'જિનીવા' કહેવામાં આવે છે. અહીંની સરકાર સ્થિર છે અને ભ્રષ્ટાચાર ઓછો છે. આ સિવાય સિંગાપોરની કાનૂની વ્યવસ્થા પણ મજબૂત છે.

આનું બીજું કારણ છે 'ટ્રાન્ઝિટ હબ', કેમ કે અલગ અલગ દેશોના લોકો અહીં સરળતાથી આવી શકે છે અને સોનું લઈ શકે છે.

સિંગાપોરનું બેંકિંગ અને પ્રોપર્ટી સેકટર તેની ગુપ્તતા અને કડક સુરક્ષાને લઈને જાણીતું છે, જેના કારણે લોકો અહીં આંખ બંધ કરીને વિશ્વાસ મૂકે છે.

વર્ષ 2023માં, અમેરિકામાં સિલિકોન વેલી બેંકની જેમ જ ઘણી બેંકોને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. આનાથી ધનિકોને ડર લાગ્યો કે, જો બેંક ડૂબશે તો તેમનું સોનું પણ ડૂબી જશે. એટલા માટે હવે તેઓ ETF અથવા ગોલ્ડ સર્ટિફિકેટને બદલે ફિઝિકલ ગોલ્ડ બાર પસંદ કરી રહ્યા છે, જેને તેઓ તેમની તિજોરીમાં મૂકી શકે.

ફક્ત સિંગાપોરના લોકો જ નહીં પરંતુ વિશ્વભરના ધનિકો ખાસ કરીને લેબનોન, ઇજિપ્ત, અલ્જેરિયા જેવા દેશોના લોકો તેમના દેશની બેંકિંગ સિસ્ટમ પર વિશ્વાસ કરતા નથી. તેથી, તેઓ પોતાનું સોનું દુબઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને સિંગાપોર જેવા સુરક્ષિત સ્થળોએ ટ્રાન્સફર કરી રહ્યા છે.

ફિઝિકલ ગોલ્ડ ખરીદવું, ટ્રાન્સપોર્ટ કરવું અને તિજોરીમાં મૂકી રાખવું એ આમ તો મોંઘું કહેવાય. શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે આ ઓછું ફાયદાકારક છે કારણ કે અહીં તાત્કાલિક વેચાણની કોઈ સુવિધા નથી.

સોનાના ભાવ નવા સ્તરે પહોંચી રહ્યા છે. હાલમાં સોનાનો ભાવ $3,346.32 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે અને 2026 સુધીમાં તે $5,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.