Yummy Recipes: ફોલો કરો અમારી રેસીપી અને આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ કચોરી

|

May 02, 2021 | 5:44 PM

કોરોનાકાળમાં અમે તમારા માટે લઈને આવીએ છીએ રોજ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી. જેથી તમે ઘરે જ સલામત રહીને માણી શકો, વિવિધ સ્વાદની મજા. આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કચોરી.

Yummy Recipes: ફોલો કરો અમારી રેસીપી અને આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ કચોરી
કચોરી

Follow us on

Yummy Recipes: કોરોનાકાળમાં અમે તમારા માટે લઈને આવીએ છીએ રોજ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી. જેથી તમે ઘરે જ સલામત રહીને માણી શકો, વિવિધ સ્વાદની મજા. આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કચોરી. આ ડીશ તમે કોરોનાકાળ બાદ ઘરે આવનાર મહેમાનોને પણ સર્વ કરી શકો છો. આ સ્વાદિષ્ટ ડિશ તમારા બાળકોને પણ બહુ ભાવશે.

 

કચોરી (Quick Kachori) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

મુખ્ય સામગ્રીઓ:

૨૦૦ ગ્રામ લીલી તુવેર દાળ (green peas).

૧ કપ ઘઉંનો લોટ (all purpose flour).

અન્ય સામગ્રીઓ:

૧ ચમચી વરીયાળી (fennel seeds).

૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ (garlic-chili paste).

૫૦ ગ્રામ તાજું છીણેલું નારીયેલ (grated coconut).

૧/૨ ચમચી લાલ મરચું પાવડર (red chili powder).

૧/૮ ચમચી હળદર પાવડર (turmeric powder).

૧/૨ ચમચી ગરમ મસાલો (garam masala).

૧ ચમચી લીંબુનો રસ (lemon juice).

૨ ચમચી ખાંડ (sugar).

૨ ચમચી તેલ (oil).

નમક સ્વાદ અનુસાર (salt).

તળવા માટે તેલ (oil).

કચોરી (Kachori) બનાવવાની રીત:

1 મિક્ષરના જારમાં તુવેર દાળને થોડી ક્રશ કરી લો. હવે એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. જયારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં વરીયાળી નાંખી ફૂટવા દો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલી તુવેર દાળ નાખો.

2. હવે તેમાં થોડું મીઠું અને 2-3 ચમચી પાણી નાંખી તેને ઢાંકી દઈ ગેસ ધીમો કરી 2 મિનીટ સુધી પકાઓ. 2 મિનટ બાદ તેમાં ફરી વખત 2 ચમચી પાણી નાંખી 2 મિનીટ સુધી પકાઓ.

3. ત્યારબાદ તેને ચેક કરી લો જો તે સરખી રીતે ણ પાક્યું હોઈ તો તેમાં 2 ચમચી પાણી નાંખી 2 મિનીટ સુધી પકાઓ. હવે તેમાં ખાંડ, લીંબુનો રસ, આદું-મરચાંની પેસ્ટ નાંખી ઢાંકી દઈ 2 મિનીટ સુધી પકાઓ.

4. હવે 2 મિનટ બાદ ઢાંકણ ખોલી તેમાં છીણેલું નારીયેલ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો નાંખી મિક્ષ કરી લો. હવે ગેસનો તાપ વધારી ત્યાં સુધી પકાઓ કે જાય સુધી તેમાંથી બોલ્સ બની જાય તેટલું કઠણ થઈ જાય.

5. હવે મિક્ષ્ચરને ઠંડું પાડી, તેમાંથી સરખી સાઈઝના બોલ્સ બનાવી લો અને એકબાજુ મૂકી દો. હવે ઘઉંના લોટમાંથી સરખા કદનાં બોલ્સ બનવી તેને વણી લો.

6. હવે અગાઉ બનાવેલ મિક્ષ્ચરના બોલને વચ્ચે મૂકી તેને બધીજ બાજુથી વાળી કચોરી જેવો શેપ આપી દો. આ રીતે બધીજ કચ્જોરી તૈયાર કરી લો.

7. હવે કડાઈમાં તેલ ગરમ કરી બધી જ કચોરીઓ લાઈટ ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો. તેને સર્વિંગ પ્લેટમાં લઈ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Next Article