
ઉનાળો આવતાની સાથે જ દેશમાં પીણા ઉદ્યોગનો વ્યવસાય વધી જાય છે. જો કે, બાબા રામદેવ અને બાલકૃષ્ણ આચાર્ય દ્વારા શરૂ કરાયેલ પતંજલિએ બેવરેજ ઇન્ડસ્ટ્રીને બદલી નાખી છે.
પતંજલિ આયુર્વેદ ગુલાબના શરબત માટે હવે ખેડૂતો પાસેથી સીધા ગુલાબ ખરીદે છે. આના કારણે ખેડૂતોને સારી આવક મળી આવે છે. બિજી બાજુ, ગુલાબનું શરબત બનાવવા માટે પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.
પતંજલિ આયુર્વેદ ગુલાબના શરબત બનાવવાની પ્રોસેસને નેચરલ રાખે છે. ખેડૂતો પાસેથી સીધા ખરીદેલા તાજા ગુલાબના ફૂલોનો તેમાં ઉપયોગ થાય છે. આ ફૂલો મોટે ભાગે ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે. જેનાથી ફૂલની પાંખડીઓ ખરાબ થવાનું જોખમ નહિવત બરાબર હોય છે. આ શરબતમાં ખાંડનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવામાં આવે છે. બસ આ જ કારણોસર પતંજલિનું શરબત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
જ્યારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ પતંજલિ આયુર્વેદ શરૂ કર્યું, ત્યારે તેમનો પહેલો ઉદ્દેશ્ય એ જ હતો કે લોકોને આયુર્વેદના ફાયદાઓ સરળતાથી મળી રહે. કંપનીએ આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા જ ગુલાબનો શરબત માર્કેટમાં લાવવાનું નક્કી કર્યું. આ શરબતમાં ગુલાબ સાથે બીજી ઔષધિ પણ ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત, કંપનીએ ગરમીથી રાહત આપવા માટે ખસનો શરબત અને વૂડ એપલનો શરબત પણ ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે.
બિઝનેસને લગતા નાના મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.
Published On - 7:03 pm, Sat, 19 April 25