Food Tips: આ સમયે અને આ રીતે સલાડ ખાતા હોવ તો ચેતી જજો, જાણો યોગ્ય રીત

|

Feb 16, 2021 | 5:11 PM

સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેવા સમયે સલાડ ના ખાવું જોઈએ? અને કઈ રીતે સલાડ ના ખાવું જોઈએ?

Food Tips: આ સમયે અને આ રીતે સલાડ ખાતા હોવ તો ચેતી જજો, જાણો યોગ્ય રીત
સલાડ

Follow us on

લોકો હંમેશાં કચુમ્બર (સલાડ) ખાવું પસંદ કરે છે. સલાડનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સલાડ આપણા શરીરમાં રહેલા પોષક તત્વોબી ભરપાઈ કરે છે. જે ઘણીવાર રસોઈ રાંધવા દરમિયાન નાશ પામે છે. સલાડ દ્વારા શરીરને માત્ર વિટામિન અને ખનિજ તત્વો જ નહીં પરંતુ ફાઈબર પણ મળે છે.

વરસાદના સમયે ના ખાઓ
સલાડ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું અને ફાયદાકારક છે. પણ મોટાભાગના લોકો જાણતા નથી કે સલાડ ખાવાની સાચી રીત કઈ છે. આ કારણોસર તે સ્વાસ્થ્ય પર આડ અસર કરે છે અને તે હાનિકારક નીવડે છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં સલાડ ખાવાનું ટાળવું જોઈએ. કેમ કે આ સમયે લાપરવાહી ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.

જમવા સાથે ના ખાઓ સલાડ
જો તમે કોઈ ડાયેટિશિયનને પૂછશો તો તે તમને ખોરાક સાથે સલાડ ના ખાવાની સલાહ આપશે. જો તમે વારંવાર આવું કરો છો તો તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. ડાયેટિશિયન્સ ભલામણ કરે છે કે સલાડ જમ્યા પહેલા ખાવું જોઈએ. જમવાના અડધો કલાક અથવા એ પહેલા સલાડ ખાઈ શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આની પાછળનું કારણ એ છે કે તમે જ્યારે જમતા હોવ ત્યારે ખૂબ ભૂખ સંતોષાતી હોય છે. આના કારણે તમે ખોરાકમાં ઓછું કાર્બોહાઈડ્રેટ લો છો. જે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદગાર છે. ઉપરાંત, તમારા શરીરને તેમાંથી ઘણા પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનિજો મળે છે.

ફૂડ નિષ્ણાતો કહે છે કે સલાડમાં ક્યારેય મીઠું ઉમેરવું જોઈએ નહીં. જો તમે મીઠું ઉમેર્યા પછી તેને ખાવાનું પસંદ કરો છો, તો તેની સાથે કાળા અથવા સંચળ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા સમય પહેલા કાપેલું સલાડ ના ખાવું જોઈએ. બેક્ટેરિયા વરસાદના મોસમમાં ખૂબ જ સક્રિય હોય છે. આ ઉપરાંત સલાડ ક્યારેય પણ લાંબા સમય સુધી ખુલ્લું ન છોડવું જોઈએ. ખાસ કરીને રાત્રે સલાડ ના ખાવું જોઈએ. ખાસ કરીને રાત્રે કાકડીનો ઉપયોગ ન કરો.

 

નોંધ- આ સિવાય તમારા ડાયેટીશ્યનની પણ સલાહ લેવી જરૂરી છે. આ લેખ વિસ્તૃત માહિતિ માટે છે.

Next Article