Buddha Purnima 2022 : બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભોગ માટે બનાવો આ ખાસ વાનગીઓ

|

May 16, 2022 | 12:30 PM

Buddha Purnima 2022 : બુદ્ધ પૂર્ણિમા એ હિન્દુ કેલેન્ડરમાં સૌથી શુભ દિવસોમાંનો એક છે. આ દિવસે ભગવાન બુદ્ધ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને ભગવાન ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે. આ પવિત્ર (Buddha Purnima) તહેવાર પર, તમે ભગવાનના ભોગ માટે ઘણી વિશેષ વાનગીઓ તૈયાર કરી શકો છો.

Buddha Purnima 2022 : બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભોગ માટે બનાવો આ ખાસ વાનગીઓ
BuddhaPurnima 2022 make these special dishes
Image Credit source: Annapurna

Follow us on

Buddha Purnima 2022: આજે એટલે કે 16 મેના રોજ, બુદ્ધ પૂર્ણિમા 2022 (Buddha Purnima 2022)નો પવિત્ર તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. બુદ્ધ પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. તેથી આ દિવસ ભગવાન બુદ્ધની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધ, ભગવાન વિષ્ણુ અને ભગવાન ચંદ્રદેવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આ દાનનું વિશેષ મહત્વ છે. ઘણા લોકો આ દિવસે ભગવાનને ભોગ ચઢાવવા માટે ઘણી વિશેષ વાનગીઓ (Buddha Purnima Recipes) બનાવે છે. ચાલો જાણીએ કે આ દિવસે તમે કઈ કઈ વાનગીઓનો આનંદ ઉઠાવી શકો છો.

પંચામૃત

બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર તહેવાર પર પંચામૃત બનાવવું ખૂબ જ શુભ છે. તેને બનાવવા માટે તમારે એક વાટકી દૂધ, એક ચમચી ઘી, એક ચમચી ખાંડ, એક વાટકી દહીં અને એક ચમચી મધની જરૂર પડશે. આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. તમે તેમાં કેળાના ટુકડા અને એલચી પાવડર પણ ઉમેરી શકો છો. ભગવાનને પંચામૃત અર્પણ કરો.

સોજીનો હલવો

સોજીનો હલવો લગભગ દરેક તહેવાર પર બનાવવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા જેવા ખાસ પ્રસંગો પર તમે સોજીનો પણ બનાવી શકો છો. તેને બનાવવું ખૂબ જ સરળ છે. આ સ્વીટ ડીશ દરેકને ખૂબ જ ગમે છે. સૂજીનો હલવો સોજી, ખાંડ, ઘી અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તમે તેમાં છીણેલું નારિયેળ પણ ઉમેરી શકો છો. આ તેના સ્વાદમાં વધુ વધારો કરે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બૂંદીના લાડુ

બુદ્ધ પૂર્ણિમાના દિવસે તમે ભગવાનને બુંદીના લાડુ અર્પણ કરી શકો છો. આ લાડુ ચણાનો લોટ, ખાંડ, ઘી અને કેસરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

સાબુદાણાની ખીર

સાબુદાણાની ખીર સાબુદાણા, પાણી, દૂધ, ખાંડ, ડ્રાયફ્રૂટ્સ અને એલચી પાવડરમાંથી બનાવવામાં આવે છે. આ ખીર બનાવતા પહેલા સાબુદાણાને પાણીમાં પલાળી રાખો. બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્ર દેવને આ ખીર અર્પણ કરો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Published On - 11:31 am, Mon, 16 May 22

Next Article