Zareen Khanની માતાની તબિયત બગડી, અભિનેત્રીએ ચાહકોને કહ્યું- તેમના માટે પ્રાર્થના કરો

|

Jul 17, 2021 | 5:05 PM

ઝરીન ખાન તેમની માતાની ખૂબ નજીક છે અને તેમની સંપૂર્ણ સંભાળ રાખે છે. પિતાના ગયા પછી ઝરીને તેમની માતા અને બહેનની સંપૂર્ણ સંભાળ લીધી છે. તે બંનેને સારું જીવન આપવા માટે તે ખૂબ જ મહેનત કરે છે.

Zareen Khanની માતાની તબિયત બગડી, અભિનેત્રીએ ચાહકોને કહ્યું- તેમના માટે પ્રાર્થના કરો
Zareen Khan

Follow us on

અભિનેત્રી ઝરીન ખાન (Zareen Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તેમણે હાલમાં જ ચાહકોને તેમની માતા માટે પ્રાર્થના કરવા જણાવ્યું છે. ઝરીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે, ‘મારી માતા ફરીથી હોસ્પિટલમાં દાખલ છે અને આઈસીયુમાં છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અભિનેત્રીની માતાની તબિયત ખરાબ થઈ હતી. ત્યારે પણ તેમને સોશિયલ મીડિયા પરના દરેકને તેમની ઝડપથી રિકવરી માટે પ્રાર્થના કરવા જણાવ્યું હતું.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

ઝરીન તેમની માતાની ખૂબ નજીક છે અને તેમની સંપૂર્ણ સંભાળ રાખે છે. પિતાના ગયા પછી ઝરીને તેમની માતા અને બહેનની સંપૂર્ણ સંભાળ લીધી છે. તે બંનેને સારું જીવન આપવા માટે ખૂબ જ મહેનત કરે છે. હવે તે માતાની માંદગીને કારણે નબળી પડી રહી છે.

 

ખૂબ સ્ટ્રગલ કર્યું

ઝરીને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘એક દિવસ અચાનક મારા પિતા અમને બધાને છોડીને ચાલ્યા ગયા. અમારી પાસે પૈસા નહોતા અને ન તો અમે મોટા પરિવારમાંથી હતા. મારી માતા તૂટી ગઈ હતી, પરંતુ મેં તેમને સમજાવ્યું કે કંઈ થશે નહીં, હું બધું જોઈશ.

 

ઝરીને વધુમાં કહ્યું હતું કે, ‘ મેં ત્યારબાદ કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું. મારી બહેન તે સમયે 12માં ધોરણમાં હતી. મારી માતાને ગર્વ છે કે તેમની બંને પુત્રીઓ મુશ્કેલ સમયમાં સાથે હતી અને તેમને તે ખરાબ તબક્કામાંથી બહાર લાવ્યા. અમે તમને જણાવી દઈએ કે તે દરમિયાન ઝરીનનું વજન પણ ખૂબ વધારે હતું અને તેમણે તેમના બોડી પર પણ ખૂબ કામ કર્યું હતું અને 50 કિલોગ્રામ વજન ઉતાર્યુ હતું.

 

જોકે બોલિવૂડમાં કામ કર્યા પછી પણ તે તેમના વજનને લઈને ઘણી વખત ટ્રોલ થઈ ચુકી છે. પરંતુ ઝરીન હવે તેનાથી પરેશાન નથી. તેમણે કહ્યું છે કે તે જેવી છે પોતાના પર ગર્વ અનુભવે છે.

 

વીરથી કર્યું હતું ડેબ્યુ

જણાવી દઈએ કે ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ વીરથી ડેબ્યૂ કર્યું હતું. ઝરીનની ડેબ્યૂ દરમિયાન તેમના લુક્સની તુલના કેટરીના કૈફ સાથે કરવામાં આવી હતી. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ પણ ઝરીનની સુંદરતાએ સૌનું દિલ જીતી લીધું. જોકે, બોલિવૂડમાં તેમને આટલો ફાયદો મળ્યો નથી. હિન્દી સિવાય ઝરીન હાલમાં તમિલ, તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.

 

ઝરીન થોડા દિવસો પહેલા ફિલ્મ ‘હમ ભી અકેલે, તુમ ભી અકેલે’ માં જોવા મળી હતી. આ ફિલ્મ સમલૈંગિકો પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં ઝરીને લેસ્બિયનનું પાત્ર ભજવ્યું હતું. હજી સુધી ઝરીને આગામી પ્રોજેક્ટ્સ અંગે કોઈ જાહેરાત કરી નથી.

 

આ પણ વાંચો: ફિલ્મ સ્ટાર બનવા ગજબની દિવાનગી! 14 વર્ષના છોકરાએ પોતાના જ અપહણનું રચ્યુ કાવતરું

Next Article