Kriti Sanon OTT ના આ પ્લેટફોર્મ પર કરશે પોતાનું ડેબ્યું ? સ્મિતા પાટિલનાં પુત્ર સાથે મચાવશે ધમાલ

|

May 12, 2021 | 4:47 PM

ક્રિતી સેનન ઝી5 ની આવનારી વેબ સિરીઝ રક્તપથ સાઈન કરી લીધી છે. એક સમાચાર મુજબ ઝી5 ટૂંક સમયમાં રક્તપથ નામની આ વેબ સિરીઝની ઘોષણા કરવા જઇ રહી છે.

Kriti Sanon OTT ના આ પ્લેટફોર્મ પર કરશે પોતાનું ડેબ્યું ? સ્મિતા પાટિલનાં પુત્ર સાથે મચાવશે ધમાલ
Kriti Sanon

Follow us on

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થોડાક દિવસોથી દરેક સ્ટાર ઓટીટી ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. સૌથી મોટા સ્ટાર પણ ઓટીટી પર ડેબ્યુ કરી રહ્યા છે. અક્ષય કુમાર, અજય દેવગન અને સૈફ અલી ખાન બાદ હવે આ યાદીમાં બીજું નામ ઉમેરવા જઈ રહ્યું છે. જીહાં હવે કોઈ અભિનેતા નહીં પણ એક સુંદર અભિનેત્રી ઓટીટી પર ડેબ્યૂ કરવાની છે. તાજેતરના મીડિયા રિપોર્ટ અનુસાર, ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ હિરોઇનોમાંની એક ક્રિતી સેનન ઓટીટી પર ડેબ્યૂ કરવાનો નિર્ણય લીધો છે.

ક્રિતી સેનન અત્યાર સુધીની કારકિર્દીમાં તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હવે ક્રિતી જલ્દી સુપરસ્ટાર પ્રભાશ સાથે પણ જોવા મળશે. આ દરમિયાન, ઓટીટીની ડેબ્યુનાં સમાચાર વધુ છવાયેલા છે.

ઓટીટી પર ધમાલ કરશે ક્રિતી

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સમાચારો અનુસાર, ક્રિતી સેનન ઝી5 ની આવનારી વેબ સિરીઝ રક્તપથ સાઈન કરી લીધી છે. એક સમાચાર મુજબ જી 5 ટૂંક સમયમાં રક્તપથ નામની આ વેબ સિરીઝની ઘોષણા કરવા જઇ રહી છે. આ માટે કાસ્ટિંગ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રિતી સેનન આ વેબ સિરીઝમાં મહત્વની ભૂમિકા નિભાવતી જોવા મળશે.

 

 

 

સમાચારો અનુસાર ક્રિતીએ તેમની ડેબ્યૂ સિરીઝની વાર્તા વાંચી છે અને તેમને ખૂબ ગમી પણ છે. રક્તપથનું નિર્દેશન આર.કે રેડ્ડી કરશે અને તેનું નિર્માણ નરેશ જૈન કરશે.

આ સિરીઝમાં ક્રિતી સિવાય અભિનેતા પ્રિતીક બબ્બર જોવા મળશે. છેલ્લા ઘણા દિવસોથી પ્રિતીક બબ્બર તેમના પાત્રો સાથે પ્રયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે આ શ્રેણીમાં પણ, તેમનું પાત્ર કંઈક ધમાલ કરવા વાળુ હશે. જો કે ક્રિતી દ્વારા આ સિરીઝ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જો હવે આપણે ક્રિતી સેનનની આગામી ફિલ્મો વિશે વાત કરીએ, તો આ સમયે તેમના હાથમાં એકથી એક શ્રેષ્ઠ ફિલ્મ છે, જેમાં તે વિવિધ પાત્રો ભજવતી જોવા મળશે. ક્રિતી સેનન ટૂંક સમયમાં આદિપુરુષ, મીમી, ગણપત, ભેડિયા, બચ્ચન પાંડે અને હમ દો હમારે દો જેવી ફિલ્મોમાં જોવા મળશે. ક્રિતીની આ બધી ફિલ્મો જુદી જુદી શૈલીની છે.

તાજેતરમાં ક્રિતીએ વરુણ ધવન સાથે ભેડિયા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ક્રિતી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે હાલતા તેમના તસ્વીરો અને વીડિયો વગેરે તેમના ચાહકો માટે શેર કરતી રહે છે. ક્રિતીની બહેન નૂપુર પણ મનોરંજનની દુનિયામાં પ્રવેશ કરી ચૂકી છે.

 

Next Article