એક સમયે જેની CD લેવા થતી હતી પડાપડી, હાલ કેવી હાલતમાં છે તે સિંગર અલ્તાફ રાજા?
90 ના દાયકામાં 'તુમ તો ઠહરે પરદેશી' આલ્બમની 70 લાખ કેસેટ રાતોરાત વેચાઈ ગઈ હતી, કલ્પના કરો કે અલ્તાફ રાજાનો એ સમયે ક્રેઝ કેવો રહ્યો હશે. ચાલો જાણીએ આજે ક્યાં છે આ સિંગર અને શું કરે છે.
મનોરંજન જગતમાં કોઈને સ્ટાર બનવામાં ઘણા વર્ષો લાગે છે, જ્યારે ઘણા લોકો આ રાતોરાત સ્ટાર બની જાય છે. આવા જ એક ગાયક છે અલ્તાફ રાજા. અલ્તાફ રાજાએ (Altaf Raja) દર્શકોના દિલ પર ઘણું રાજ કર્યું પરંતુ પછી તે હવે દર્શકોની આંખોમાંથી ગાયબ થઈ ગયા છે. અલ્તાફ રાજાનો ક્રેઝ એવો હતો કે તે દરેક ગલીમાં તેમનો જ અવાજ સાંભળવા મળતો હતો. અલ્તાફના ગીતો મોટે ભાગે બસ અને ઓટોમાં વગાડવામાં આવતા હતા, જે લોકોને ખૂબ ગમ્યા હતા.
લોકોએ અલ્તાફ રાજાના આલ્બમ “તુમ તો ઠહરે પરદેશી” (Tum To There Pardesi) ને ઘણો પ્રેમ આપ્યો હતો. 90 ના દાયકામાં રિલીઝ થયેલા આ આલ્બમે ખૂબ જ મજબૂત બિઝનેસ કર્યો હતો. લોકો હજુ પણ આ ગીતને યાદ કરે છે. 90 ના દાયકામાં આ આલ્બમની 70 લાખ કેસેટ રાતોરાત વેચાઈ હતી. પરંતુ આટલી ખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી, આજે અલ્તાફ પ્રસિદ્ધિથી સંપૂર્ણપણે દૂર છે.
આજે અલ્તાફ રાજા તેમના સોશિયલ મીડિયા પર એક્ટીવ છે. પરંતુ કોઈ પ્રકારે તેમની ચર્ચા ક્યાય થતી નથી. અલ્તાફ રાજા સ્વતંત્ર રીતે હાલમાં ગીતો બનાવીને પોતાના યુટ્યુબ પર અપલોડ કરતા રહે છે. તેમજ તેઓ લાઈવ શો પણ કરતા રહે છે. અલ્તાફ હજુ પણ મુંબઈના મોહમ્મદ અલી રોડમાં રહે છે. જ્યાંથી તે હજુ પણ સક્રિય છે. અલ્તાફ રાજાએ હજુ સુધી લગ્ન નથી કર્યા.
“તુમ તો ઠહરે પરદેશી” ગીત અલ્તાફ રાજાની કારકિર્દીની સૌથી મોટી હિટ સાબિત થયું. આ ગીતનું નામ ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’માં પણ નોંધાયેલું છે કારણ કે આજ સુધી ભારતમાં આ ગીતની સૌથી વધુ કેસેટ વેચાઈ છે. અલ્તાફ રાજાએ 18 વર્ષની ઉંમરે કારકિર્દીની શરૂઆત કરી હતી, સંગીત શીખ્યા પછી, તેમણે ઘણા મોટા પુરસ્કારો પણ જીત્યા હતા. તમને જણાવી દઈએ કે, અલ્તાફ રાજાના પિતા કવ્વાલી ગાયક હતા.
છેલ્લે 2013 માં રિલીઝ થયેલી ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘ઘનચક્કર’માં અલ્તાફ રાજાનો અવાજ સાંભળવા મળ્યો હતો. અલ્તાફ શરૂઆતથી જ ગઝલ ગાયક બનવા માંગતા હતો. પરંતુ તેની માતાએ તેને સમજાવ્યું કે તેણે ગઝલ પહેલા ફિલ્મોમાં શરૂઆત કરવી જોઈએ, ત્યારબાદ તેમણે બોલિવૂડની ફિલ્મોમાં ગીતો ગાવાનું શરૂ કર્યું. અલ્તાફે પહેલીવાર ફિલ્મ ‘શપથ’માં પોતાનો અવાજ આપ્યો હતો.
થોડા દિવસો પહેલા જ, અલ્તાફ રાજાએ ગીત ‘સાથ ક્યા નિભાગે’ ફરીથી બનાવ્યું છે અને પ્રેક્ષકો સમક્ષ રજૂ કર્યું છે. પરંતુ આ વખતે આ ગીતમાં અવાજ ટોની કક્કરનો છે અને આ ગીતમાં આપણે સોનુ સૂદ અને નિધિ અગ્રવાલને જોઈ શકીએ છીએ. જોકે પ્રેક્ષકોને આ ગીત બિલકુલ ગમ્યું નથી.
આ પણ વાંચો: ગૌહર ખાનનો ગ્લેમરસ અવતાર થયો વાયરલ, કોમેન્ટ કરતા થાકતા નથી ફેન્સ, જુઓ તસ્વીરો
આ પણ વાંચો: OMG: સંકેત ભોસલેએ કરી જાવેદ અખ્તરની બેસ્ટ મિમિક્રી, જાણો વિડીયો જોઈને શું કહ્યું જાવેદ અખ્તરે