શું થયું જ્યારે Sonu Soodને ફેને કરી લગ્ન કરાવાની અપીલ, અભિનેતાએ આપ્યો આવો રમૂજી જવાબ

|

Mar 17, 2021 | 6:51 PM

બોલીવુડ અભિનેતા સોનુ સૂદે લોકડાઉન દરમિયાન હજારો કામદારો અને મજૂરોની મદદ કરી હતી. કોરોના વાયરસના રોગચાળા વચ્ચે તેમણે સ્થળાંતર કામદારો અને મજૂરો માટે બસ, ખોરાક, રહેવાની વ્યવસ્થા અને એક રાજ્યની મહિલાઓને વિમાન દ્વારા તેમના ઘરે લઈ જવાની વ્યવસ્થા કરી હતી.

શું થયું જ્યારે Sonu Soodને ફેને કરી લગ્ન કરાવાની અપીલ, અભિનેતાએ આપ્યો આવો રમૂજી જવાબ
Sonu Sood

Follow us on

બોલીવુડ અભિનેતા સોનુ સૂદે લોકડાઉન દરમિયાન હજારો કામદારો અને મજૂરોની મદદ કરી હતી. કોરોના વાયરસના રોગચાળા વચ્ચે તેમણે સ્થળાંતર કામદારો અને મજૂરો માટે બસ, ખોરાક, રહેવાની વ્યવસ્થા અને એક રાજ્યની મહિલાઓને વિમાન દ્વારા તેમના ઘરે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

લોકડાઉન દરમિયાન તેમણે સોશિયલ મીડિયા દ્વારા લોકોની મદદ કરી હતી. જુદા જુદા રાજ્યો અને દેશોના લોકોએ સોશ્યિલ મીડિયા પર સોનુ સૂદને અપીલ કરી કે તે તેમના મેડિકલ બીલ, તેમના શિક્ષણ ખર્ચ અને અન્ય વસ્તુઓ માટે મદદ કરે. પરંતુ તાજેતરમાં જ એક ચાહકે સોનુ સૂદને એવી મદદ માંગી કે અભિનેતા પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તમને જણાવી દઈએ કે એક ચાહકે સોનુને પૂછ્યું કે તે તેના લગ્ન કરવામાં મદદ કરી શકે? આ અંગે સોનુએ ઉત્તમ જવાબ આપ્યો છે.

 

સોનુએ આ જવાબ આપ્યો

એક ચાહકે પોતાની ટ્વીટમાં લખ્યું, “તમે લગ્ન કરાવી દેશો સર?” ફેને તેની સાથે વિનંતી કરતી ઈમોજી પણ ઉમેરી. આ તરફ સોનુએ જવાબ આપ્યો, “કેમ નહીં… હું લગ્ન માટેના મંત્રો પણ વાંચી દઈશ. બસ, છોકરી શોધવાની તકલીફ તમે કરી લો.”

અહીં જુઓ સોનુ સૂદનું ટ્વીટ

 

 

સોનુએ લગાવ્યા હેન્ડપંપ

તાજેતરમાં, સોનુ સૂદને ઉત્તરપ્રદેશના ઝાંસી જિલ્લાના આનંદ નગરની ઝૂંપડપટ્ટીમાં બે હેન્ડપંપ લગાવી દીધા છે. પાણી માટે તરસી રહ્યા ગરીબોએ ફિલ્મ અભિનેતા સોનુ સૂદને ખુલ્લા હૃદયથી જય જયકાર થઈ રહી છે. જોકે, સોનુ સૂદ કોણ છે તે આણંદ નગરના લોકોને ખબર નથી.

 

 

 

 

પાણીની કોઈ વ્યવસ્થા નહોતી

વહીવટી તંત્રની લાખ ઘોષણાઓ બાદ પણ અહીં પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકી નહોતી. અહીં લોકોએ પીવાનું પાણી ખૂબ જ દૂરથી લાવવું પડતું હતું. સોનુ સૂદે તેમની પીડા સમજી અને સોલ્યુશન કરી આપ્યું.

 

આ પણ વાંચો: રાજ્યના મુખ્યપ્રધાનો સાથે PM મોદીની બેઠક બાબતે શું કહી રહ્યા છે લોકો? જુઓ વીડિયો

Next Article