કાળઝાળ ગરમી બહાર જવાનું ટાળો, OTT પર પરિવાર સાથે બેસી જોઈ લો આ સીરિઝ અને ફિલ્મો

OTT Release : 1 મેના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટરટેનમેન્ટનો મોટો ધમાકો થવાનો છે. ધ કેરલ સ્ટોરી 2, ગ્લોરી, સ્વૈપ્ડ જેવી ફિલ્મો અને સીરિઝ એક જ દિવસે સ્ટ્રીમ થશે. ક્રાઈમ ,સ્પોર્ટસ ડ્રામા અને થ્રિલરનું આ કોમ્બિનેશન શનિ-રવિની રજામાં જોવાનો પ્લાન બનાવી લો.

કાળઝાળ ગરમી બહાર જવાનું ટાળો, OTT પર પરિવાર સાથે બેસી જોઈ લો આ સીરિઝ અને ફિલ્મો
| Updated on: Apr 29, 2026 | 2:46 PM

આવનારા દિવસોમાં ઓટીટી પર એન્ટરટેનમેન્ટનો શાનદાર ડોઝ મળવાનો છે. આ અઠવાડિયે અલગ અલગ પ્લેટફોર્મ પર અનેક ફિલ્મો અને વેબ સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં થ્રિલર,ડ્રામા, એક્શન અને સસ્પેન્સનું શાનદાર મિશ્રણ છે. મહત્વની વાત એ છે કે, આ લિસ્ટમાં ધ કેરળ સ્ટોરી 2 થી લઈ ગ્લોરી સુધી ચર્ચિત ટાઈટલ સામેલ છે. જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ અપટેડ સામે આવતા જ ઓટીટી લવર્સનું વોચલિસ્ટ વધુ લાંબુ થયું છે.

ઓટીટી પર અનેક ફિલ્મો અને સીરિઝ આવવાની છે. પરંતુ ખાસ વાત એ છે કે, માત્ર 1 મેના રોજ અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર અનેક શો અને ફિલ્મો સ્ટ્રીમ થશે. એક દિવસમાં 5 એવી શાનદાર ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવાની છે. જે સિનેમાલવર માટે શાનદાર છે. જેમાં ક્રાઈમ થ્રિલરથી સ્પોર્ટ્સ ડ્રામા સામેલ છે. તો ચાલો આખું લિસ્ટ જોઈએ લઈએ.

ધ કેરળ સ્ટોરી 2

1 મેના રોજ ઓટીટી પર સ્ટ્રીમ થનારી ફિલ્મોમાં સૌથી ચર્ચિત ધ કેરળ સ્ટોરી 2 છે. જે થિયેટરમાં આવ્યા બાદ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા અને એશ્વર્યા ઓઝા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ Zee5 પર સ્ટ્રીમ થશે.આ ફિલ્મવર્ષ 2023માં આવેલી ધ કેરળ સ્ટોરીનો સીકવ્લ પાર્ટ છે.

ગ્લોરી

પુલકિત સમ્રાટ અને દિવ્યેદું શર્મા સ્ટાર વેબ સીરિઝ ગ્લોરી પણ નેટફ્લિક્સ પર 1 મેના રોજ સ્ટ્રીમ થશે. આ સીરિઝ એક બોક્સિંગ સ્ટારની છે. જે સ્પોર્ટસ ડ્રામા હેઠળ શરુ થાય છે. પરંતુ મર્ડર મિસ્ટ્રીમાં આવી જાય છે. આ સીરિઝમાં સુવિંદર વિકકી,આશુતોષ રાણા, સિકંદર ખેર,જન્નાત ઝુબેર અને સયાની ગુપ્તા જેવા અભિનેતા સામેલ છે.

સ્વૈપ્ડ

થ્રિલર, ક્રાઈમ એક્શન જેવી ફિલ્મો વચ્ચે અનિમેશન ફિલ્મ પણ 1 મેના રોજ આવશે. અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તેનું નામ સ્વૈપ્ડ છે. જે એક એનિમેટેડ ફેન્ટસી કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ નેટફ્લિકસ પર આવી રહી છે. ફિલ્મ ભલે એનિમેટેડ હોય પરંતુ તેની સ્ટોરી શાનદાર છે. સ્વૈપ્ડ ફિલ્મ એક નાના જંગલના જીવ અને પક્ષીની સ્ટોરી છે.

સપને વર્સેસ એવરીવન

ટીવીએફની સ્ટીર ઓટીટી પર વધારે પસંદ કરવામાં આવે છે. આની સ્ટોરી સપને વર્સેસ એવરીવનની બીજી સીઝન પણ 1 મેના રોજ સ્ટ્રીમ થવાની છે. આ સીરિઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર આવશે. સપને વર્સેસ એવરીવનની પહેલી સીઝનને લોકોએ ખુબ પસંદ કરી હતી. હવે સ્ટોરી પહેલાથી વધુ ગંભીર પડકારજનક જોવા મળશે.

અનદેખી ધ ફાઈનલ બૈટલ

ઓટીટીની ફેવરિટ સીરિઝમાં સામેલ અનદેખી ચોથી સીઝન સાથે પરત આવી રહી છે. આ સીરિઝ તેના છેલ્લા તબકા સુધી પહોંચનારી છે.આ સીરિઝ મનાલીમાં એક લગ્ન દરમિયાન એક ડાન્સરની હત્યાના 5 વર્ષ પછીની સ્ટોરી છે. આ છેલ્લી સીઝનમાં દિવ્યેદુ ભટ્ટાચાર્ય,અંકુર રાઠી અને વરુણ બડોલા પણ જોવા મળશે. 1 મેના રોજ અનદેખી ધ ફાઈનલ બૈટલ સોની લિવ સ્ટ્રીમ થશે.

છેલ્લા કેટલાક વર્ષોથી આમાં પણ એક નવા પીછાંનો ઉમેરો થયો છે અને આ નવું પીછું એટલે વેબ સિરીઝ. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us