The Kashmir Files BO Collection Day 11 : વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ટુંક સમયમાં જ રૂ. 300 કરોડનો આંકડો પાર કરી જશે

|

Mar 22, 2022 | 5:13 PM

200 કરોડના ક્લબમાં સામેલ થયા બાદ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતાઓને આશા છે કે આગામી થોડા દિવસોમાં ફિલ્મ રૂ. 300 કરોડનો આંકડો પાર કરી જશે.

The Kashmir Files BO Collection Day 11 : વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ ટુંક સમયમાં જ રૂ. 300 કરોડનો આંકડો પાર કરી જશે
વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે
Image Credit source: instagram photo

Follow us on

The Kashmir Files BO Collection Day 11 :વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ (The Kashmir Files Box Office Collection) પર રિલીઝ થઈ ત્યારથી જ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે સોમવારે એટલે કે 11મા દિવસે એટલું જોરદાર કલેક્શન કર્યું કે આ ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ.

90 ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર અત્યાચાર અને હિજરતની વાર્તા દર્શાવતી આ ફિલ્મમાં અનુપમ ખેર (Anupam Kher), મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર (Darshan Kumar), પલ્લવી જોશી જેવા ઘણા કલાકારો હતા.

જાણો ફિલ્મે કેટલી કમાણી કરી

રવિવાર સુધી ફિલ્મની કમાણીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ સોમવારની કમાણીમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઝી સ્ટુડિયોની ટ્વિટર પોસ્ટ અનુસાર, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ 11 દિવસમાં વિશ્વભરમાં 206.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 11મા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે 13.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જેમાંથી 12.40 કરોડ રૂપિયા માત્ર ભારતમાં જ કલેક્શન થયા હતા. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 206.10 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

કાશ્મીર ફાઇલ્સ બીજા સપ્તાહમાં ફિલ્મે એટલી કમાણી કરી છે કે આ ફિલ્મ મહામારી બાદ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ભારતમાં ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 179.85 કરોડ રૂપિયા છે. ફિલ્મના ભારતીય કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે બીજા સપ્તાહમાં શુક્રવારે 19.15 કરોડ, શનિવારે 24.80, રવિવારે 26.20 અને સોમવારે 12.20 કરોડનો બિઝનેસ કર્યો છે.

માનવામાં આવે છે કે સપ્તાહના દિવસોમાં ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળશે, પરંતુ સપ્તાહના અંતે ફિલ્મની કમાણી ફરી એકવાર વધી શકે છે. 200 કરોડની ક્લબમાં સામેલ થયા પછી, નિર્માતાઓને આશા છે કે, આગામી થોડા દિવસોમાં ફિલ્મ રૂ. 300 કરોડનો આંકડો પાર કરી જશે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ જ્યાં સુધી સિનેમાઘરોમાં દસ્તક આપી રહી છે ત્યાં સુધીમાં ફિલ્મની કમાણી વધવાની છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે થિયેટર પછી, ફિલ્મને OTT પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવશે,

 

આ પણ વાંચો : Pramod Sawant : 28 માર્ચે ગોવાના સીએમ તરીકે પ્રમોદ સાવંત લેશે શપથ, PM મોદી પણ શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે

Next Article