મશહુર સિંગર વિશાલ દદલાનીના પિતાનું થયુ નિધન,આ કારણે દદલાની ન જઈ શક્યા ઘરે

શુક્રવારે વિશાલ દદલાનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેના પિતાનુ પણ ગઈકાલે રાત્રે જ નિધન થયું હતું, જેના કારણે તે ઘરે જઈ શક્યા નહોતા.

મશહુર સિંગર વિશાલ દદલાનીના પિતાનું થયુ નિધન,આ કારણે દદલાની ન જઈ શક્યા ઘરે
Vishal Dadlani father died
| Edited By: | Updated on: Jan 08, 2022 | 2:35 PM

Mumbai : દેશમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. આ બધાની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે  બોલિવૂડના પ્રખ્યાત સિંગર વિશાલ દદલાનીના (Vishal Dadlani)પિતાનું શુક્રવારે રાત્રે નિધન થયું છે. કોવિડ પોઝિટિવ હોવાને કારણે સિંગર તેના પિતા સાથે અંતિમ ક્ષણોમાં પણ સાથે રહી શક્યો નહોતા. વિશાલે સોશિયલ મીડિયા(Social Media)  દ્વારા પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.

સોશિયલ મીડિયા દ્વારા સિંગરે દુ:ખ વ્યક્ત કર્યુ

તમને જણાવી દઈએ કે, શુક્રવારે વિશાલ દદલાનીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ (Covid Positive) આવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા દ્વારા કોરોના સંક્રમિત થવાની માહિતી આપી હતી. જે બાદ શુક્રવારે રાત્રે વિશાલને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. પોતાની ઈચ્છા બાદ પણ તે પિતાના અવસાન પર તેના ઘરે જઈ શક્યો નહી, આ અંગે તેણે દુઃખ વ્યક્ત કર્યું છે કે તે આ ખરાબ સમયમાં તેની માતાનો હાથ પણ પકડી શક્યો નહી.

હું સાવ ભાંગી પડ્યો છું………!

પોતાના ઈન્સ્ટાગ્રામ પર પિતાની તસવીર શેર કરતા વિશાલે લખ્યુ કે.” ગઈકાલે રાત્રે મેં મારો સૌથી સારો મિત્ર, આ પૃથ્વી પરનો સૌથી પ્રેમાળ અને માનવીય વ્યક્તિ ગુમાવ્યો. હું તેમને કહી શક્યો નહી કે તે મારા જીવનના શ્રેષ્ઠ શિક્ષક છે. મારામાં થોડી પણ ભલાઈ છે એ મારા પિતાની ભેટ છે. હું છેલ્લા ચાર દિવસથી ICU માં હતો, હું કોવિડ પોઝિટિવ હોવાથી મારા ઘરે જઈને મારી માતાનો હાથ પકડી પણ શકતો નથી. આ ખૂબ જ અન્યાય છે. હું મારી બહેનોનો આભાર માનું છું જેમણે આ ખરાબ સમયમાં બધું સંભાળ્યું. મને ખબર નથી કે હું તમારા વિના આ દુનિયામાં મારો રસ્તો કેવી રીતે શોધીશ. હું સાવ ભાંગી પડ્યો છું.”

 

આ પણ વાંચો : ટ્વિટર પર ટ્રેન્ડ થયા અભિનેતા: કન્નડ સુપરસ્ટાર યશના જન્મદિવસે ‘KGF: Chapter 2’નું નવુ પોસ્ટર થયુ રિલીઝ

Published On - 2:34 pm, Sat, 8 January 22