Viral Video : જ્યારે ઉડ્યા Aamir Khan ના અફેરના સમાચાર, ત્યારે Salman Khan એ ખોલી મિત્રની પોલ

|

May 14, 2021 | 7:20 AM

સલમાન ખાન અને આમિર ખાન ઘણા સારા મિત્રો છે અને સાથે એક સારો બોન્ડ શેર કરે છે. સલમાન પણ ઘણી વખત આમિર સાથે મજાક કરતા જોવા મળ્યા છે.

Viral Video : જ્યારે ઉડ્યા Aamir Khan ના અફેરના સમાચાર, ત્યારે Salman Khan એ ખોલી મિત્રની પોલ
Aamir Khan & Salman Khan

Follow us on

1994 માં રિલીઝ થયેલી કલ્ટ ક્લાસિક ફિલ્મ અંદાજ અપના અપનાના અમર પ્રેમને ભાગ્યે જ કોઈ ભૂલી શકે છે. અમર અને પ્રેમની ભૂમિકામાં આમિર ખાન અને સલમાન ખાને પ્રેક્ષકો પર ખૂબ જ જોરદાર કોમેડીનો જાદુ ચલાવ્યો હતો. જ્યારે રાજકુમાર સંતોષીની આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે બોક્સઓફિસ પર ફ્લોપ ગઈ, પરંતુ ટીવી પર આવ્યા પછી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ.

સલમાન ખાન અને આમિર ખાન ઘણા સારા મિત્રો છે અને સાથે એક સારો બોન્ડ શેર કરે છે. સલમાન પણ ઘણી વખત આમિર સાથે મજાક કરતા જોવા મળ્યા છે. આ દિવસોમાં સલમાન ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આમિર ખાનના અફેર અંગે પોતાનો અભિપ્રાય આપતા જોવા મળી રહ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જ્યારે સલમાન ખાને ખોલી આમિરની પોલ

એક ઇન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાનને પૂછવામાં આવ્યું હતું કે શું તે આમિર ખાન વિશે અફેયરની અફવાઓ સાંભળી રહ્યા છે, કે શું તે સાચું છે. આના પર સલમાન હસ્યા અને કહે છે કે આ અફવાઓ આમિર વિશે નહીં, મારા વિશે છે. આમિર ખૂબ જ ક્લીન ઇમેજ ધરાવે છે. મને ખબર નથી કે તે આ બધાને કેવી રીતે મેનેજ કરશે.

સલમાનની આ વાત સાંભળીને, ઇન્ટરવ્યૂ લેતી મહિલાએ તેમને પૂછ્યું કે તમને કેમ લાગે છે કે તેમની એકદમ ક્લીન ઈમેજ છે, તમારી નથી. આ સવાલ પર સલમાન કહે છે કે પહેલું એ કે આમિર પરિણીત છે અને તેમનો ખૂબ જ સ્વીટ લુક છે. તે હંમેશાં કહે છે કે હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું. હું મારી પત્નીનો દીવાનો છું.

આ દરમિયાન, નીચા અવાજમાં સલમાન કહે છે કે આવુ કરીને તે બચી જાય છે. તે મને મારી નાખશે. પછી મહિલા કહે છે કે મતલબ બાજુમાં કંઈક ચાલી રહ્યું છે. સલમાને કહે છે- ના, ના. પછી મહિલા બોલે છે કે કદાચ મારે આ સવાલ પૂછવો જ ન જોઈએ. આમિર સાહેબ, જો તમે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો તો તમે પણ માફ કરી દેજો. તમને જણાવી દઈએ કે સલમાન આ ઇન્ટરવ્યુ દરમિયાન ફક્ત આમિરની ટાંગ ખેંચી રહ્યા હતા, કેમ કે તે બંને ખૂબ સારા મિત્રો છે.

અહીં જુઓ સલમાનનો વાયરલ વીડિયો

 

Next Article