Ishq Ki Dastaan – Naagmani Viral Video: આદિમાનવ કાળથી આજદિન સુધી દુનિયા અને માનવજાતે અનેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. માણસ પૃથ્વી પરથી ઉડીને અન્ય ગ્રહો સુધી પહોંચી રહ્યો છે. 14 જુલાઈએ ઈસરો ચંદ્રયાન-3 લોન્ચ કરશે. આવા સ્પેસ મિશન માટે કરોડો રુપિયાનો ખર્ચ અને સમયનું યોગદાન આપવું પડે છે. પણ ભારતીય ટીવી-સિરીયલની ભારતીય પત્નીઓ આ કામ વગર ખર્ચ કરી શકે છે. આવી જ એક ટીવી-સિરીયલનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.
હાલમાં ટીવી પર ‘ઈશ્ક કી દાસ્તાન-નાગમણિ’ શો ખુબ લોકપ્રિય છે. આ સિરીયલમાં હાલમાં રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સિરીયલમાં પારો નામની ભારતીય પત્ની પોતાના દીકરા અને પતિ માટે ચંદ્ર પર પહોંચી ગઈ હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે તે લાલ રંગની સ્કૂટર પર બેસીને ભગવાનનું નામ લઈને ચંદ્ર પર પહોંચી જાય છે. આ સિરીયલમાં બતાવવામાં આવે છે કે તેના પતિ અને દીકરાને ચંદ્ર પર બાંધીના રાખ્યા હોય છે.
આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ
આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી
એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું, જ્યારે હું એવેન્જર્સ જોઉં છું, ત્યારે મમ્મી તેને બકવાસ કહે છે અને તે પોતે પણ આવી માસ્ટરપીસ જોતી હોય છે. અન્ય એક યુઝરે લખ્યું કે, પેટ્રોલ અધવચ્ચે જ સમાપ્ત થઈ ગયું તો તે પેટ્રોલ ક્યાંથી મેળવશે. અન્ય એક યુઝર કહે છે કે આવા સીન શૂટ કરતી વખતે શું કલાકારો હસતા નથી? આ સિવાય યુઝર્સ ઘણી ફની કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો