G-20 ઈવેન્ટમાં સામેલ થયો અભિનેતા રામ ચરણ, વિદેશી મહેમાનો સાથે કર્યો નાટુ-નાટુ ડાન્સ, જુઓ Video

|

May 22, 2023 | 11:07 PM

Ram Charan G-20 Event: આરઆરઆર ફેમ સાઉથ સુપરસ્ટાર રામ ચરણ હાલમાં શ્રીનગરમાં જી-20 સમિટમાં શામેલ થયો હતો. ત્યાં તેણે પોતાના વિચારો શેયર કર્યા હતા અને તેણે નાટુ નાટુ સોન્ગ પર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

G-20 ઈવેન્ટમાં સામેલ થયો અભિનેતા રામ ચરણ, વિદેશી મહેમાનો સાથે કર્યો નાટુ-નાટુ ડાન્સ, જુઓ Video
Actor Ram Charan Viral video

Follow us on

ભારતના શ્રીનગરમાં હાલમાં G-20 ઈવેન્ટ ચાલી રહી છે. સાઉથ સુપરસ્ટાર રામ ચરણનું નામ આજે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ફિલ્મ આરઆરઆરથી તેને ઈન્ટરનેશનલ સ્તર સુધી ઓળખાણ મળી છે. તેની ફિલ્મ આરઆરઆરના સોન્ગ નાટુ નાટુને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે. આખી દુનિયામાં તેના સોન્ગ નાટુ નાટુનો ક્રેઝ જોવા મળે છે. હાલમાં G-20 ઈવેન્ટમાં પણ નાટુ નાટુ ડાન્સ જોવા મળ્યો હતો, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આજે સોમવારે રામ ચરણ જી-20 વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠકમાં જોવા મળ્યો હતો. આ સમ્મેલનમાં તે ફિલ્મ પર્યટન સમિતિનો ભાગ હતો. ત્યા તેણે પોતાના વિચારો શેયર કર્યા હતા. આ દરમિયાન તેણે કશ્મીર સાથે ખાસ લગાવ છે તે અંગે તેણે વાત જણાવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો :  Film On Baba Bageshwar : બાગેશ્વર ધામના બાબા પર બનવા જઈ રહી છે ફિલ્મ, આ ડાયરેક્ટરે કરી જાહેરાત

G-20 ઈવેન્ટમાં નાટુ નાટુ ડાન્સ

આ પણ વાંચો : Breaking News : એક્ટર આદિત્ય સિંહ રાજપૂતની બાથરૂમમાંથી મળી લાશ, ડ્રગ્સનો ઓવરડોઝ હોય શકે છે મોતનું કારણ!

 

નાટુ-નાટુ ગીત પર કર્યો ડાન્સ

સમિટમાં રામ ચરણ દક્ષિણ કોરિયાના રાજદૂત સાથે તેમના લોકપ્રિય અને ઓસ્કાર વિજેતા ગીત નટુ-નાટુ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે કોરિયાના રાજદૂતને નાટુ-નાટુના હૂક સ્ટેપ શીખવતો જોવા મળી રહ્યો છે. રામ ચરણના આ વીડિયોની હવે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

રામ ચરણે કાશ્મીર પર શું કહ્યું?

મંચ પર વાત કરતાં તેમણે કહ્યું કે કાશ્મીર એક એવી જગ્યા છે જ્યાં તેઓ 1986થી આવી રહ્યા છે. તેના પિતાએ કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં ઘણું શૂટિંગ કર્યું છે. તેણે કહ્યું કે તેણે વર્ષ 2016માં ત્યાંના ઓડિટોરિયમમાં શૂટિંગ કર્યું હતું. રામ ચરણે વધુમાં કહ્યું કે તે જગ્યાએ ચોક્કસપણે કોઈ જાદુ છે. કાશ્મીરમાં કંઈક એવું છે જે આવ્યા પછી બધાનું ધ્યાન ખેંચે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article