Video: ‘Bhediya’ના સેટ પર ટી-શર્ટ વગર દોડ્યો Varun Dhawan, ચાહકોએ કહ્યું ‘વાહ, શું રફતાર છે’

|

Mar 20, 2021 | 11:58 PM

બોલિવૂડ એક્ટર વરુણ ધવન (Varun Dhawan) તેની કો-સ્ટાર ક્રિતી સેનન (Kriti Sanon) સાથે ફિલ્મ 'ભેડિયા' (Bhediya)નું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મના શુટિંગ માટે બંને સ્ટાર કાસ્ટ અરુણાચલ પ્રદેશમાં છે.

Video: Bhediyaના સેટ પર ટી-શર્ટ વગર દોડ્યો Varun Dhawan, ચાહકોએ કહ્યું વાહ, શું રફતાર છે
Varun Dhawan

Follow us on

બોલિવૂડ એક્ટર વરુણ ધવન (Varun Dhawan) તેની કો-સ્ટાર ક્રિતી સેનન (Kriti Sanon) સાથે ફિલ્મ ‘ભેડિયા’ (Bhediya)નું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મના શુટિંગ માટે બંને સ્ટાર કાસ્ટ અરુણાચલ પ્રદેશમાં છે. આ દરમિયાન વરુણ ધવને પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં વરુણ અરુણાચલ પ્રદેશની શેરીઓમાં દોડતો નજરે પડે છે. અભિનેતાનો શર્ટલેસ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વીડિયોને અભિનેતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં વરુણ ધવને ટી-શર્ટ નથી પહેર્યું અને તે ઝડપથી દોડતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ‘સ્ત્રી’ અને ‘રૂહી’ પણ મેડડોક ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી છે અને (Bhediya) બંને હોરર-કોમેડી ફિલ્મ્સ હતી, તેથી જ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં પણ હોરર સાથે કોમેડીની મજા હશે.

 

 

 

 

તાજેતરમાં ‘ભેડિયા’ (Bhediya)ના સેટનો એક વીડિયો વાયરલ થયો છે. સેટ પર એટલી બધી ભીડ હતી કે વરુણને તેની કારની ઉપર ચઢીને ફેન્સને વિનંતી કરવી પડી. વાયરલ વીડિયોમાં વરૂણ ધવન બેકાબૂ ભીડને શાંત કરતા જોવા મળ્યા હતા. અભિનેતા પુરી કોશિશ કરી રહ્યા હતા કે લોકો તેમની વાત સાંભળે. વરુણ કારની ઉપર ઉભા રહીને પ્રશંસકોને વિનંતી કરી રહ્યો હતા કે હજુ ફિલ્મનું શૂટિંગ બાકી છે અને તે અહીં થોડા વધુ દિવસો માટે છે. તેથી હમણા ભીડ ન લગાવો અને શૂટને પૂર્ણ થવા દો.ચાહકો મોબાઈલ ટોર્ચ ચાલુ કરીને અવાજ કરી રહ્યા હતા.

 

‘ભેડિયા’ ફિલ્મમાં પહેલીવાર અભિનેતા વરુણ ધવન વેરવોલ્ફ (Werewolf)ની ભૂમિકા નિભાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મ ‘ભેડિયા’ (Bhediya)ની રિલીઝ તારીખની ઘોષણા કરી હતી. આ ફિલ્મ આવતા વર્ષે 14 એપ્રિલે મોટા પડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ ડેટની સાથે ‘ભેડિયા’નું ટીઝર પણ રીલિઝ થયું હતું, જે જોવામાં ખૂબ જ ખતરનાક લાગી રહ્યું હતું.

 

ભેડિયાની સ્ટાર કાસ્ટ

ભેડિયાની સ્ટાર કાસ્ટમાં વરુણ ધવન, ક્રિતી સેનન, દીપક ડોબરિયાલ. અભિષેક બેનર્જી જેવા મોટા કલાકારો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજાન છે અને ડાયરેક્ટર અમર કૌશિક છે.

 

આ પણ વાંચો: Spicejet એરલાઈન્સે અભિનેતા સોનુ સુદને આપ્યું ટ્રિબ્યૂટ, પ્લેનમાં લગાવી મોટી તસ્વીર

Next Article