Vicky-Katrina Reception : કેટરિના કૈફ(Katrina Kaif) અને વિકી કૌશલના (Vicky Kaushal) રિસેપ્શનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે કેટરિના કૈફને રિસેપ્શનમાં સાડી કોણ પહેરાવશે…? ચાલો તમને જણાવી દઈએ કે ડોલી જૈન નામની યુવતી કેટરીનાને રિસેપ્શનમાં સાડી પહેરાવશે. ડોલીને બોલિવૂડમાં ડ્રેપર ક્વીન પણ કહેવામાં આવે છે.
ડોલી જૈન છે બોલિવૂડની ડ્રેપર ક્વીન
તમને જણાવી દઈએ કે, નીતા અંબાણીથી (Nita Ambani) લઈને દીપિકા પાદુકોણ સુધીની સેલેબ્સને તેણે સાડી પહેરાવી છે. જો સેલિબ્રિટીઝના ચાહકો લહેંગા કે સાડીમાં કોઈ એક્ટ્રેસના વખાણ કરી રહ્યા હોય તો એકવાર એ પણ જાણી લો કે તેણે આટલી સુંદર સાડી કે લહેંગા પોતે નહીં પણ ડોલી જૈને પહેરાવ્યા છે.
રિસેપ્શનમાં કેટરીનાને સાડી પહેરાવાના લેશે લાખો રૂપિયા
ડોલી જૈન કેટરિના કૈફના રિસેપ્શનમાં(Katrina Kaif Reception) તેને સાડી પહેરાવવાની છે. તમને જણાવવુ રહ્યુ કે, માત્ર 18 સેકન્ડમાં સાડી પહેરીને તેણે પોતાનુ નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવ્યુ છે. ડોલી જૈન બોલિવૂડની ફેમસ એક્ટ્રેસથી લઈને મુકેશ અંબાણીના પરિવારની મહિલાઓને પણ સાડી પહેરાવી ચૂકી છે.
જુઓ તસવીર
ડોલી 325 રીતે સાડી પહેરાવી શકે છે
ડોલી જૈનની સાડી પહેરાવવાની ફીસ સાંભળીને તમારા હોંશ ઉડી જશે. તમને જણાવી દઈએ કે, ડોલીની સાડી બાંધવાની ફી લગભગ 35 હજારથી શરૂ થાય છે, જે હાઈ પ્રોફાઈલ લગ્નો અથવા ઈવેન્ટ્સમાં લાખો સુધી પહોંચે છે. હવે તમે સમજી જ ગયા હશો કે કેટરીનાને રિસેપ્શનમાં સાડી માટે લાખોની ફીસ ચૂકવવી પડશે.સાડી માસ્ટર ડોલીને 325 રીતે સાડી પહેરાવતા આવડે છે.
આ બોલિવુડ સેલેબ્સ છે તેના ક્લાઈન્ટ
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી તેમના નિયમિત ક્લાઈન્ટ છે. આટલું જ નહીં તેણે દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, પ્રિયંકા ચોપરા અને ઈશા અંબાણી જેવી સેલેબ્સના લગ્નમાં લહેંગા અને સાડી પહેરાવી છે. ડોલી જૈને પ્રથમ વખત એક્ટ્રેસ શ્રીદેવીને સાડી પહેરાવી હતી. સલમાન ખાનની બહેન અર્પિતા શર્માને પણ ડોલી સાડી પહેરાવે છે.
આ પણ વાંચો : Mumbai : બોલિવુડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં, પાર્ટી આયોજક કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા BMC પર કર્યા કટાક્ષ
આ પણ વાંચો : Justice4SSR : સુશાંત સિંહને ન્યાય અપાવવા દિલ્લીના જંતર-મંતર પર થઇ કેન્ડલ માર્ચ, બહેન પ્રિયંકા પણ થઇ સામેલ
Published On - 6:20 pm, Wed, 15 December 21