Varun Dhawan અને Kriti Sanonની ‘ભેડિયા’ નું ટીઝર રિલીઝ, જુઓ આ ટીઝર

|

Feb 23, 2021 | 8:19 AM

વરુણ ધવન અને ક્રિતી સેનનની આગામી ફિલ્મ ભેડિયાનો ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે.

Varun Dhawan અને Kriti Sanonની ભેડિયા નું ટીઝર રિલીઝ, જુઓ આ ટીઝર
Bhediya

Follow us on

બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન અને અભિનેત્રી ક્રિતી સેનનની મુખ્ય ભૂમિકા વાળી ‘ભેડિયા’ ની રિલીઝ તારીખની ઘોષણા કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 14 એપ્રિલે મોટા પડદે રજૂ થશે. ફિલ્મની રિલીઝ ડેટની સાથે જ ફિલ્મ ‘ભેડિયા’ નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે, જે જોવામાં ખૂબ જ ખતરનાક લાગે છે.

અભિનેત્રી ક્રિતી સેનનને સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ભેડિયા’ નું ટીઝર શેર કર્યું છે. ટીઝરમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ પર્વત પર જોરજોરથી ચીસો પાડી રહ્યો છે. આ પછી, વરુનો આકાર દેખાય છે. પછીના સીનમાં, ભેડિયા કોઈ પર હુમલો કરતો જોવા મળે છે. ટીઝર વીડિયોમાં એક વ્યક્તિને રાતના અંધારામાં વેરવોલ્ફમાં ફેરવતા બતાવવામાં આવ્યા છે અને આ સમય દરમિયાન બેકગ્રાઉન્ડમાં પૂર્ણ ચંદ્ર જોવા મળે છે. 38 સેકન્ડનું આ ટીઝર ભયાનક લાગે છે. ટીઝર સીન સિવાય, ટીઝરમાં જે પ્રકારનું મ્યુઝિક મૂકવામાં આવ્યું હતું તે સાંભળવામાં પણ ખૂબ જ ડરામણું છે. આ ટીઝરને શેર કરતાં ક્રિતી સેનનને લખ્યું છે, ‘સ્ત્રી અને રૂહીને ભેડિયાના પ્રણામ! 14 એપ્રિલ 2022 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ક્રિતી સેનનના ટીઝર સાથે પોસ્ટ કરાયેલ કેપ્શનમાં ખૂબ જ મનોરંજક સંદેશા આપવામાં આવી રહ્યા છે. ખરેખર, ફિલ્મ ‘ભેડિયા’ એ હોરર ફિલ્મ યુનિવર્સનો એક ભાગ છે, જેને દિનેશ વિજાનની મેડડોક ફિલ્મ્સ દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ‘સ્ત્રી’ અને ફિલ્મ ‘રૂહી’ પણ એ જ યુનિવર્સની ફિલ્મો છે. તેથી, કૃતિએ બધી ફિલ્મોના નામ લખીને પ્રણામ લખ્યું છે.

વરુણ ધવન અને ક્રિતી સેનનની ફિલ્મ ‘ભેડિયા’ કોમેડી અને હોરરથી ભરેલી ફિલ્મ લાગે છે. જેની એક ઝલક ટીઝરમાં જોવા મળી હતી. ફિલ્મ ‘સ્ત્રી’ અને ‘બાલા’ ફિલ્મો બનાવનાર પ્રખ્યાત નિર્દેશક અમર કૌશિક આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. અભિષેક બેનર્જી અને દિપક ડોબરિયાલ પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. આપને જણાવી દઈએ કે ફિલ્મ ‘રૂહી’ માં જ્હાનવી કપૂરે કામ કર્યું છે અને આ ફિલ્મ ‘ભેડિયા’ ના એક વર્ષ પહેલા 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Next Article