100 Cr Club Race : કોલીવુડ સુપરસ્ટાર અજિત કુમારની (Ajith Kumar)મોસ્ટ અવેટેડ તમિલ ફિલ્મ ‘વલીમાઈ’ (Valimai) સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા પણ શાનદાર રહ્યા છે. પ્રથમ દિવસે,ફિલ્મે એકલા તમિલનાડુ બોક્સ ઓફિસ (Box Office) પરથી લગભગ 36.17 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 24.62 કરોડનો બિઝનેસ થયો અને ત્રીજા દિવસના બિઝનેસની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર,વલીમાઈએ લગભગ 16 કરોડની કમાણી કરી છે.
આવી સ્થિતિમાં,આશા છે કે આ અઠવાડિયે આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ શકે છે. બીજી તરફ આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીએ(Gangubai Kathiawadi) પહેલા બે દિવસમાં માત્ર 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે.જ્યારે ભીમલા નાયકે બોક્સ ઓફિસ પર 79 કરોડનો બિઝનેસ કર્યો છે.
સાઉથના સુપરસ્ટાર અજીત કુમાર અને હુમા કુરેશીની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘વલીમાઈ ધ પાવર’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અજીત કુમારના ફેન્સ તેમની ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. નિર્દેશક એચ વિનોદ અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની આ ફિલ્મનુ બજેટ 160 કરોડ રૂપિયા છે. જ્યારે આ ફિલ્મના વધુ સારા પ્રદર્શનથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ તેની કિંમત વસૂલ કરશે.કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, નિર્માતાઓએ તમિલનાડુ થિયેટ્રિકલ રાઇટ્સ દ્વારા 62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
અજીત કુમારની અત્યાર સુધીની આ સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ વિશ્વભરમાં 4500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.નિષ્ણાતોના મતે, તમિલનાડુના મોટાભાગના શહેરોમાંથી કમાણીનો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.કહેવામાં આવી રહ્યુ છે કે વલીમાઈએ રજનીકાંત, કૃતિ શેટ્ટી અને નયનથારા અભિનીત ‘અન્નાથે’ અને થલાપથી વિજય અભિનીત ‘માસ્ટર’ના બોક્સ ઓફિસ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. આ બંને ફિલ્મો ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બંને જબરદસ્ત હિટ રહી હતી.
આ પણ વાંચો : Smart Jodi રિયાલિટી શો માં અંકિતા લોખંડે અને વિકી જૈન નહીં, આ છે ટીવીનું સૌથી વધુ પેઇડ કપલ