Transformation: રેમો ડિસૂઝાએ ચાહકોને દેખાડ્યું પોતાની પત્ની લિઝેલનું ટ્રાન્સફોર્મેશન, ફોટો જોઈને ઓળખવું થયું મુશ્કેલ

|

Sep 20, 2021 | 7:12 AM

કોરિયોગ્રાફર રેમો ડિસોઝા (Remo D Souza) એ ચાહકોને તેમની પત્ની લિઝેલનો ટ્રાન્સફોર્મેશનનો ફોટો બતાવ્યો છે. જે જોઈને ચાહકોને આશ્ચર્ય થયું હતું.

Transformation: રેમો ડિસૂઝાએ ચાહકોને દેખાડ્યું પોતાની પત્ની લિઝેલનું ટ્રાન્સફોર્મેશન, ફોટો જોઈને ઓળખવું થયું મુશ્કેલ
Remo D Souza, Lizelle D'Souza

Follow us on

વજન ઓછું કરવું સહેલું નથી. આ માટે તમારે ખુબ મહેનત કરવી પડે છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે અને પોતાને ફિટ કરવાનો પ્રયાસ કરે છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે પોતાનું વજન ઘટાડીને લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. આ ફિલ્મ નિર્માતા રેમો ડિસૂઝા (Remo D Souza) ની પત્ની લિઝેલનું નામ છે. રેમોએ સોશિયલ મીડિયા પર પોતાની પત્નીના ટ્રાન્સફોર્મેશનની તસ્વીર શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.

રેમોએ સોશિયલ મીડિયા પર લિઝેલ સાથે બે તસ્વીરો શેર કરી છે. એક વજન ઘટાડ્યા પહેલાની અને એક પછીની. ફોટોમાં અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમને પોતાની પત્ની પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

પત્ની લિઝેલની પ્રશંસા કરી

રેમોએ તેની પત્ની લિઝેલની પ્રશંસા કરતા લખ્યું – અહીં પહોંચવા માટે ઘણી મહેનતની જરુરત હોય છે પરંતુ સૌથી મોટી લડાઈ પોતાની સાથે હોય છે, જે મેં લીઝેલને પોતાની સાથે લડતા જોઈ છે અને તે મેળવ્યું છે જે અશક્ય છે. હું હંમેશા કહું છું કે આ તમારું દિમાગ છે, તમારે તેને મજબૂત બનાવાનું છે અને લિઝ તમે તે કરી બતાવ્યું. તમારા પર ખૂબ ગર્વ છે. તમે મારા કરતા મજબૂત છો, તમે મને પ્રેરણા આપો છો. લવ યુ.

 

 


વરુણ ધવને કરી કમેન્ટ

ઘણા સેલેબ્સ રેમો ડિસોઝાની પોસ્ટ પર કોમેન્ટ કરીને લિઝેલની પ્રશંસા કરી રહ્યા છે. વરુણ ધવને કમેન્ટ કરી – વાહ લિઝ… જ્યારે લિઝેલે પણ રેમોની પોસ્ટ પર કમેન્ટ કરી. તેમણે લખ્યું- Awwww આઈ લવ યુ બેબી. આ સાથે, ઘણા હાર્ટ ઇમોજી પોસ્ટ કરવામાં આવી હતી.

લાંબા સમયથી કરી રહી હતી સખત મહેનત

જુલાઈ મહિનામાં, લિઝેલે જીમમાંથી એક વીડિયો શેર કર્યો હતો. જેની સાથે તેમણે તેમનો એક મહિનાનો કીટો આહાર વિશે લખ્યું હતું. તેમણે લખ્યું હતું – એક મહિનો કીટો. 6 કિલો ઓછું કર્યું. આ મહિનો બહુ ગંભીર નહોતો કારણ કે ડેન્ટલ સર્જરી કરવામાં આવી હતી. હવે ફરી વર્કઆઉટ શરૂ થયું છે. 10 સેશન કર્યા પછી મેટમાંથી ઉઠવાની હિંમત નહોતી પણ ખૂબ સારું અને હલકું મહસૂસ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :- Tiger 3 : શું ઇમરાન હાશ્મી સલમાનને હરાવવા માટે તૈયાર છે ? જીમમાં ઇમરાનનો દેખાયો ફિટ અવતાર

આ પણ વાંચો :- New OTT Release : આ ઓટીટી પર રિલીઝ થશે રાજકુમાર રાવ-ક્રિતી સેનનની ફિલ્મ હમ દો-હમારે દો

 

Next Article