‘Toofan’ ફિલ્મ નિર્માતાનો મોટો ખુલાસો, રીયલ બોકસર સામે ટક્કર આપતા જોવા મળશે Farhan Akhtar

|

Mar 28, 2021 | 1:27 PM

રાકેશ ઓમપ્રકાશેએ 'તૂફાન' ની ફાઈટ વિશે કહ્યું, 'મારા માટે તે મહત્વનું હતું કે 'તુફાન' માંની તમામ મેચ વાસ્તવિક બોક્સરો સાથે થાય.'

Toofan ફિલ્મ નિર્માતાનો મોટો ખુલાસો, રીયલ બોકસર સામે ટક્કર આપતા જોવા મળશે Farhan Akhtar
Farhan Akhtar

Follow us on

રાકેશ ઓમપ્રકાશ મેહરાના અગાઉના પ્રોજેક્ટ્સ જેમાં ‘રંગ દે બસંતી’ (2006) અને ‘ભાગ મિલ્ખા ભાગ’ (2013) છે. એ પુરાવા છે કે ફિલ્મ નિર્માતાઓ તેમની વાર્તાની પ્રામાણિકતા પર સમાધાન નથી કરતા. એટલા માટે જ, જ્યારે તેમણે ‘તુફાન’ (Toofan) માં એક ગુંડાને બોક્સર બનવાની વાર્તા બનાવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે પ્રોફેશનલ બોક્સર્સની શોધ કરી કે જે સ્પોર્ટસ ડ્રામાંને વધુ મજબૂત બનાવી શકે.

આ બોક્સરોએ ટ્રેનિંગ આપી હતી

જ્યારે ફરહાન અખ્તરે ને ડ્રૂ નીલ, સમીર જૌરા અને ડેરેલ ફોસ્ટરની દેખરેખ હેઠળ સખત તાલીમ લીધી છે, પરંતુ છતા તેના નિર્દેશકે ફિલ્મમાં રીઅલ-લાઇફ બોકર્સનો સમાવેશ કર્યો છે જેથી તે ફરહાન અખ્તર સાથે રિંગમાં લડી શકે. દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મેહરા (Rakeysh Omprakash Mehra) કહે છે, “મારા માટે તે મહત્વનું હતું કે બધી મેચો વાસ્તવિક બોક્સરો સાથે થાય.” વળી, દિગ્દર્શકે એમ પણ કહ્યું હતું કે તેમની પ્રોડક્શન ટીમે દેશભરમાં આ પ્રતિભાઓની શોધ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

 

ફાઈનલ સીક્વન્સમાં જોવા મળશે સ્પર્ધા

તેમણે કહ્યું, ‘અમે ઉત્તર-પૂર્વ, હરિયાણા અને મહારાષ્ટ્રના બોકર્સને શામેલ કર્યા છે. અમે અમેરીકાના એક પ્રોફેશનલ બોક્સરનો પણ સમાવેશ કર્યો છે. ફિલ્મના અંતિમ સિક્વન્સમાં ફરહાનનું પાત્ર તેમની સાથે લડતા જોવા મળશે.

ફરહાનને લઈને સોશિયલ મીડિયા પર તુફાન

સોશિયલ મીડિયા પર ફરહાનની તોફાનની રજૂઆત પહેલા જ વિરોધનો સામનો કરી રહી છે. હવે આ વિરોધ કોઈ વિવાદિત કંટેન્ટ પર થઈ રહ્યો નથી અથવા ધાર્મિક કારણોસર પર નથી થઈ રહ્યો, પરંતુ તે અભિનેતાની વિચારધારા વિશે થઈ રહ્યો છે. ફરહને નાગરિકત્વ કાયદાનો વિરોધ કર્યો હતો, તે સુશાંત કેસમાં પણ મૌન રહ્યા હતા, લોકો આ જ કારણોસર ખૂબ જ ગુસ્સે છે. ટ્વીટ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની ફિલ્મનો બહિષ્કાર થવો જોઈએ. એક યુઝરે લખ્યું છે – ફરહાનને CAA આંદોલન દરમિયાન કહ્યું હતું કે જ્યારે ઘણા લોકો પ્રોટેસ્ટ કરે છે ત્યારે આવી ઘટનાઓ થતી રહે છે. તેથી જ હું પણ આ ટ્રેન્ડનો ભાગ બની રહ્યો છું. બીજા એક યુઝરે લખ્યું છે – બોલિવૂડ ફિલ્મોનો બાયકોટ થવો જોઈએ. સુશાંત નહીં તો બોલિવૂડ પણ નહીં.

21 મેના રોજ રિલીઝ થશે

આ ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાણી, રાકેશ ઓમપ્રકાશ મેહરા અને ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે. તોફાનનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ફરહાન અખ્તર અને મૃત્યુંજય ઠાકુર અને પરેશ રાવલ પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘તુફાન’ નો પ્રીમિયર 21 મે 2021 ના ​​રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર થશે.

Next Article