નૌશાદની જન્મજયંતી: મુગલ-એ-આઝમ માટે મ્યુઝીક આપવાની કહી દીધી હતી ના

|

Dec 25, 2020 | 7:00 PM

આજે સંગીતમાં ઉસ્તાદ માનવામાં આવે છે એવા નૌશાદની જન્મજયંતી છે. એવું કહેવામાં આવે છે કે મુગલ–એ–આઝમના ડાયરેક્ટર આસિફ એક વાર નૌસાદના ઘરે મળવા ગયા. ત્યારે નૌશાદ હાર્મોનિયમ પર કોઈ ધૂન તૈયાર કરી રહ્યા હતા. આસિફે હાર્મોનિયમ પર 50,000 રૂપિયાની નોટનું બંડલ ફેક્યું. આથી નૌશાદને ખૂબ ગુસ્સો આવ્યો અને આસિફના મોં પર નોટોનું બંડલ મારીને કહ્યું “આવું […]

નૌશાદની જન્મજયંતી: મુગલ-એ-આઝમ માટે મ્યુઝીક આપવાની કહી દીધી હતી ના

Follow us on

આજે સંગીતમાં ઉસ્તાદ માનવામાં આવે છે એવા નૌશાદની જન્મજયંતી છેએવું કહેવામાં આવે છે કે મુગલઆઝમના ડાયરેક્ટર આસિફ એક વાર નૌસાદના ઘરે મળવા ગયા. ત્યારે નૌશાદ હાર્મોનિયમ પર કોઈ ધૂન તૈયાર કરી રહ્યા હતા. આસિફે હાર્મોનિયમ પર 50,000 રૂપિયાની નોટનું બંડલ ફેક્યું. આથી નૌશાદને ખૂબ ગુસ્સો આવ્યો અને આસિફના મોં પર નોટોનું બંડલ મારીને કહ્યું આવું તે લોકો માટે કરો જે એડવાન્સ વગર ફિલ્મમાં સંગીત નથી આપતા. હું તમારી ફિલ્મમાં સંગીત નહીં આપું. ” બાદમાં, આસિફની વિનંતીઓ પર, નૌશાદે ફિલ્મમાં સંગીત આપ્યું અને એક પૈસો પણ લીધો નહીં.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સંગીત માટે છોડ્યું ઘર

લખનૌના મધ્યમવર્ગીય રૂઢીચુસ્ત મુસ્લિમ પરિવારમાં 25 ડિસેમ્બર 1919 ના રોજ નૌશાદનો જન્મ થયો. નાનપણથી જ સંગીત પ્રેમી. તે ફિલ્મ જોયા પછી મોડી રાત્રે ઘરે પરત ફરતા. તેના પિતા હંમેશા કહેતા હતા કે તું ઘર અથવા સંગીત બંનેમાંથી કોઈ એક છોડી દે.” એકવાર એક નાટક કંપની લખનૌ આવી અને નૌશાદે હિંમત કરી તેના પિતાને કહ્યું તમને તમારું ઘર મુબારક. મને મારું સંગીત.” આમ કહીને તેઓ નાટક કંપની સાથે જોડાઈ ગયા. અને જયપુર, જોધપુર, બરેલી અને ગુજરાતના મોટા શહેરોનો પ્રવાસ કર્યો.

સંગીત વાદ્ય ખરીદવાના નહોતા પૈસા

લખનૌમાં એક સંગીત વાદ્યયંત્રોની દુકાન હતી જેમાં નૌશાદ કામ કરતા હતા તેનુ કારણ એ હતુ કે નૌશાદને ખબર હતી કે આમ તે નોકરી દરમિયાન પોતાનો રિયાઝ પણ કરી શકશે, એક વાર રિયાઝ દરમિયાન માલિકે તેને ફટકાર લગાવી અને કહ્યુ કે તેણે વાદ્ય યંત્રોને ગંદુ કરી દીધુ છે, પરંતુ પાછળથી તેને લાગ્યુ કે નૌશાદે ખૂબ સારી ધૂન વગાડી છે અને પછી તેને યંત્ર ભેટ કરી દીધુ

25 રૂપિયા ઉધાર લઈને આવ્યા મુંબઈ

નૌશાદ સંગીતકાર બનવા માટે માત્ર 25 રૂપિયા લઈને મુંબઈ આવ્યા. ત્યાર બાદ ઘણી તકલીફો વેઠવી પડી. ફૂટપાથ પર રાત કાઢી. ત્યારે એમની મુલાકાત નિર્માતા કારદાર સાથે થઇ. જેના કારણે એમને હુસૈન ખાનના ત્યાં પિયાનો વગાડવાનું કામ મળ્યું.

મહીને ચાલીસ રૂપિયા પગારમાં કર્યું કામ

મુંબઈ આવીને જયારે તેઓ હુસૈન ખાનના ત્યાં કામ કરતા હતા ત્યારે ત્યાં પિયાનો વગાડતા હતા. એમનો પગાર ત્યારે માત્ર ચાલીસ રૂપિયા જ હતો.

નૌશાદએ આપેલું સંગીત હજુ લોકોના દિલો દિમાગ પર છવાયેલું રહે છે. અને હજુ વરસો સુધી રહેશે.

Next Article