Birthday Special : કોમેડી કિંગ ગોવિંદાનો આજે જન્મદિવસ, અભિનેતાની ફિલ્મોના આ સીન છે યાદગાર

|

Dec 21, 2021 | 8:28 AM

કોમેડી કિંગ ગોવિંદા આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુર હોવા છતા આજે પણ ચાહકો તેના દિવાના છે.

Birthday Special : કોમેડી કિંગ ગોવિંદાનો આજે જન્મદિવસ, અભિનેતાની ફિલ્મોના આ સીન છે યાદગાર
Actor Govinda's Birthday

Follow us on

Birthday Special :  અભિનેતા ગોવિંદાએ પોતાની એક્ટિંગથી (Actor Govinda) દરેકના દિલ જીતી લીધા છે. તેણે 80 અને 90ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ગોવિંદાએ કોમેડી સાથે એક્શન અને ડાન્સથી પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે અભિનેતા ગોવિંદા તેનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

તમને જણાવવુ રહ્યુ કે, ગોવિંદાનો જન્મ 21 ડિસેમ્બર 1963ના રોજ મુંબઈમાં થયો હતો. ગોવિંદાએ પોતાના કરિયરમાં 165 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેણે ઘણા એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે.ગોવિંદા તેની શાનદાર કોમેડી (Comedy) અને ડાન્સ માટે પણ જાણીતા છે. આજે તેમના જન્મદિવસ પર અમે તમને તેમની સુપરહિટ ફિલ્મોના (Superhit Film) કેટલાક સીન વિશે જણાવીશુ.

હદ કરદી આપને

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ગોવિંદાની ફિલ્મ હદ કરદી આપને સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં એક સીનમાં તે ચાઇનીઝનો વેશ ધારણ કરે છે.આ સીનમાં અલગ-અલગ રીતે તેના બોલવા અંદાજને કારણે ચાહકોને ખૂબ હસવું આવે છે.

કુલી નંબર 1

ગોવિંદાની ફિલ્મોમાં એક્શન સીન પણ કોમિક ટ્વિસ્ટમાં જોવા મળતા હોય છે. આ સીનમાં તે એક ગુંડા સાથે કોમેડી સ્ટાઈલમાં લડતા જોવા મળે છે.

હીરો નંબર 1

ગોવિંદાની ફિલ્મ હીરો નંબર 1 સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં એક સીન છે જે ખૂબ જ વાયરલ થયો હતો. ગોવિંદાએ આ સીનમાં શીખવ્યું હતું કે કેવી રીતે ચાલતી કારમાં તમે ઓફિસ જવા માટે તૈયાર થઈ શકો છો.

પાર્ટનર

સલમાન ખાન અને ગોવિંદાની જોડી હિટ રહી છે. બંનેને તેમની ફિલ્મ પાર્ટનરમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં ગોવિંદાએ એક સાદા છોકરાની ભૂમિકા ભજવી હતી જ્યારે સલમાન ખાન પ્લેબોયના રોલમાં જોવા મળ્યો હતો.

 

આ પણ વાંચો : Happy Birthday Karishma Tanna : કરિશ્મા તન્નાએ આ ફેમસ એક્ટરને કરી ચુકી છે ડેટ, જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

આ પણ વાંચો : Photos : ઉર્વશી રૌતેલાએ ‘મિસ યુનિવર્સ 2021’ ઈવેન્ટમાં પહેર્યો અમૂલ્ય ડ્રેસ, આટલી કિંમતમાં તમે ખરીદી શકો છો ફ્લેટ !

Next Article