Tiger 3: Salman Khan, Katrina Kaif અને Emraan Hashmi એ પુજામાં ભાગ લીધો હતો, શૂટિંગ 8 માર્ચે શરૂ થશે

|

Feb 27, 2021 | 7:36 PM

ટાઇગર 3 ફિલ્મના તમામ મુખ્ય કલાકારોએ યશ રાજ સ્ટુડિયોમાં યોજાયેલી પૂજામાં ભાગ લીધો હતો.આ પૂજા દરેક ફિલ્મના શૂટિંગની શરૂઆત પહેલા કરવામાં આવે છે. આ ફિલ્મનું દિગ્દર્શન મનીષ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ તેમની પહેલી આટલી મોટી ફિલ્મ હશે

Tiger 3: Salman Khan, Katrina Kaif અને Emraan Hashmi એ પુજામાં ભાગ લીધો હતો, શૂટિંગ 8 માર્ચે શરૂ થશે
Salman Khan

Follow us on

‘ટાઇગર 3’ ના શૂટિંગ માટે આયોજીત પૂજામાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન, કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મીએ ભાગ લીધો છે. આ ફિલ્મનું શુટિંગ 8 માર્ચથી શરૂ થશે, સલમાન ખાન કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મી ફિલ્મ ‘ટાઇગર 3’નું શૂટિંગ કરશે. ‘આ ફિલ્મનું શૂટિંગ 8 માર્ચથી મુંબઇમાં થશે.

ફિલ્મ ‘ટાઇગર 3’ ના તમામ મુખ્ય કલાકારોએ યશ રાજ સ્ટુડિયોમાં યોજાયેલી પૂજામાં ભાગ લીધો હતો.આ પૂજા દરેક ફિલ્મના શૂટિંગની શરૂઆત પહેલા કરવામાં આવે છે.આ ફિલ્મનું દિગ્દર્શન મનીષ શર્મા દ્વારા કરવામાં આવશે. આ તેમની પહેલી આટલી મોટી ફિલ્મ હશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

આ અંગેની વિગતો આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘સલમાન ખાન યશરાજ ફિલ્મ સ્ટુડિયોમાં શાહરૂખ ખાન સાથેની ફિલ્મ’ પઠાણ’ના શૂટિંગ કરવા માટે આવ્યા હતા. તમને જાણીએ છીએ કે યશ રાજ સૌથી મોટી જાસૂસ ફિલ્મ બનાવાના છે અને સલમાન ખાન અને શાહરૂખ ખાન એકબીજાની ફિલ્મોમાં જોવા મળશે. હવે સલમાન સ્ટુડિયો પર આવી રહ્યા છે ત્યારે ‘ટાઇગર 3’ ની ટીમે તે જ દિવસે પૂજા ગોઠવી હતી અને તેઓએ કેટરિના કૈફ, મનીષ શર્મા અને ઈમરાન હાશ્મીને પણ પૂજા માટે આમંત્રણ આપ્યું હતું. ‘

સલમાન ખાન એક ફિલ્મ અભિનેતા છે તેમણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમની ફિલ્મો ખૂબજ પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં જ તે બિગ બોસ 14 હોસ્ટ કરતા જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં સલમાન ખાનને સ્પેશીયલ અપીયરન્સ આપવામાં આવી છે. સલમાન ખાન હવે ફિલ્મ ટાઇગર 3 ની શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મના પહેલા બે ભાગમાં તે દેખાયા હતા. બંને ફિલ્મો ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. સલમાન ખાન આજકાલ વધારે એક્શનથી ભરપૂર ફિલ્મો કરી રહ્યો છે.સલમાન ખાનના એક્શન દરેક વ્યક્તિને ગમે છે.

Next Article