Tiger 3: દુબઇ નહી હવે તુર્કીમાં શૂટિંગ કરવાની યોજના, Salmanની ફિલ્મનું લોકેશન કેમ નક્કી નથી થતુ

|

Feb 08, 2021 | 12:03 PM

સલમાન ખાન ટાઇગરના ત્રીજા ભાગ માટે શૂટિંગ શરૂ કરવા જઇ રહ્યા છે. સલમાન માર્ચથી મનીષ શર્મા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

Tiger 3: દુબઇ નહી હવે તુર્કીમાં શૂટિંગ કરવાની યોજના, Salmanની ફિલ્મનું લોકેશન કેમ નક્કી નથી થતુ
Tiges 3

Follow us on

સલમાન ખાન ટાઇગરના ત્રીજા ભાગ માટે શૂટિંગ શરૂ કરવા જઇ રહ્યા છે. સલમાન માર્ચથી મનીષ શર્મા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે શૂટિંગ યુએઈમાં થશે, પરંતુ હવે સમાચાર આવ્યા છે કે આ ફિલ્મ ઈસ્તાનબુલમાં રજૂ કરવામાં આવશે. ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપડાએ નિર્ણય લીધો છે કે તે હવે આ ફિલ્મનું શૂટિંગ ઈસ્તાનબુલ કરશે. હવે આના કારણ વિશે જે કહેવામાં આવી રહ્યું છે તે એ છે કે યુએઇમાં કોવિડના કેસ વધી રહ્યા છે અને તેથી જ આદિત્ય અને મનીષ પ્રયત્ન કરી રહ્યા છે કે હવે ફિલ્મનું શૂટિંગ ઈસ્તાનબુલમાં થાય.

નિર્માતાએ ફિલ્મની ટીમને રેકી કરવા માટે તુર્કી મોકલી છે. અબુધાબી અને દુબઇમાં પઠાણ માટે રેકી કરવા ગયેલી યશ રાજ ફિલ્મની પ્રોડક્શન ટીમે ટાઇગર 3 ની રેકી પણ કરી હતી. નિર્દેશક અને નિર્માતા હવે બંનેના પ્રતિસાદને અંતિમ સ્વરૂપ આપશે, કે કયાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. આ સાથે જ સલમાને ફિલ્મની તૈયારી પણ શરૂ કરી દીધી છે. તે ફિટનેસ એક્સપર્ટ રાજેન્દ્ર ધોલે પાસેથી ટ્રેનિંગ લઈ રહ્યો છે, જેણે અગાઉ ટાઇગર શ્રોફ, આયુષ શર્મા અને દિશા પટાણીને ટ્રેનિંગ આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મનીષ શર્મા સલમાન ખાન સાથે દુબઇ જતા પહેલા મુંબઈમાં શૂટિંગ કરશે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં પણ સલમાન ખાન રૉ એજન્ટની ભૂમિકા નિભાવતા જોવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો બધું યોજના પ્રમાણે ચાલે, તો કેટરિના કૈફ ફરી આ ફિલ્મમાં સલમાન ખાન સાથે જોવા મળશે.

પઠાણમાં શાહરૂખ સાથે આવશે

એક અહેવાલ મુજબ સલમાન ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં પણ જોવા મળશે. સલમાન પઠાણના યુએઈ શેડ્યૂલમાં શૂટિંગ કરશે. તેમની પાસે 15 દિવસનું શૂટિંગ છે.

Next Article