Throwback : Kajol એ શાહરુખ સાથે ‘કુછ કુછ હોતા હૈ’ નો સાયકલિંગનો વીડિયો કર્યો શેર, કરણ જોહરે ઉડાવી મજાક

|

Jun 03, 2021 | 7:24 PM

કાજોલે ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' (Kuch Kuch Hota Hai) નો એક સીન શેર કર્યો છે જેમાં તે અને શાહરુખ ખાન (Shah Rukh Khan) સાઈકલ ચલાવી રહ્યા છે.

Throwback : Kajol એ શાહરુખ સાથે કુછ કુછ હોતા હૈ નો સાયકલિંગનો વીડિયો કર્યો શેર, કરણ જોહરે ઉડાવી મજાક
Kajol & Shahrukh Khan

Follow us on

કાજોલ (Kajol) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આમ તો તે તેના ફોટા અને વીડિયોઝ કરતાં વધુ મીમ્સ શેર કરતી રહે છે. હવે કાજોલે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ (Kuch Kuch Hota Hai) નો એક સીન શેર કર્યો છે જેમાં તે અને શાહરુખ ખાન (Shah Rukh Khan) સાઈકલ ચલાવી રહ્યા છે અને પછી તે શાહરુખની સાઈકલ સાથે ટકરાઈને પડી જાય છે. આ વીડિયોને શેર કરતાં કાજોલે લખ્યું, હેપ્પી સાયકલ ડે તમને બધાને.

બીજી બાજુ, કાજોલની આ પોસ્ટ પર કરણ જોહરે (Karan Johar) કમેન્ટ કરી, હે ભગવાન! મને આ સારી રીતે યાદ છે અને તે પછી શું થયું તે ક્યારેય ભૂલી શકતો નથી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

કાજોલ અને કરણ ખૂબ સારા મિત્રો છે. બંને એક બીજાની ખીચાઈ કરતા હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે, બંને બાળપણમાં જ એક પાર્ટીમાં મળ્યા હતા અને તે પહેલી મીટિંગમાં કરણને જોયા બાદ કાજોલ ખૂબ હસી હતી. તે પણ 10-15 મિનિટ માટે નહીં પણ અડધા કલાક માટે. આમ તો બંને મિત્રોએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

કાજોલની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે ફિલ્મ ત્રિભંગામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં કાજોલની સાથે તનવી આઝમી અને મિથિલા પાલકર મુખ્ય ભૂમિકામાં હતા.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કાજોલ અને અજયે મુંબઇના જુહુ વિસ્તારમાં બંગલો ખરીદ્યો છે. બંને એક વર્ષથી મકાન શોધી રહ્યા હતા. આ ઘર ખરીદ્યા બાદ હવે તે અક્ષય કુમાર (Akshay Kumar) , હૃતિક રોશન (Hrithik Roshan), ધર્મેન્દ્ર (Dharmendra) ના પાડોશી બની ગયા છે.

તાજેતરમાં સિંગાપોરથી આવી

કાજોલ તેમની પુત્રી ન્યાસાની સાથે સિંગાપુરમાં હતી. સિંગાપુરમાં ન્યાસા અભ્યાસ કરતી હતી અને તે પોતાની પુત્રીને એકલી છોડવા માંગતી નહોતી તેથી તે તેની સાથે સિંગાપુરમાં હતી. હવે બંને મુંબઈ આવી ગયા છે અને બધા લોકડાઉનમાં એક સાથે સમય પસાર કરી રહ્યા છે.

 

આ પણ વાંચો :- Shahrukh Khan ની પુત્રી સુહાના ખાનની બ્લેક ડીપ નેક ટોપમાં બોલ્ડ તસવીર થઈ વાયરલ, જોવાનો અંદાજ કરી દેશે પાગલ

આ પણ વાંચો :- The Family Man 2 Release Time: બસ થોડા કલાક રાહ જુઓ, આ ખાસ સમયે આવશે ‘ધ ફેમિલી મેન’ની બીજી સીઝન

Next Article