આજે વર્ષ 2020 નો છેલ્લો દિવસ છે. સૌ કોઈ સેલિબ્રેશનના મુડમાં છે. પરંતુ અમિતાભ બચ્ચન અને બચ્ચન પરિવાર કામ કરતા જોવા મળ્યા છે. અમિતાભનું માનવું છે કે નવા વર્ષનો નવો દિવસ પણ અન્ય દિવસોની જેમ જ એક સામાન્ય છે. એની ઉજવણી કરવા કરતા પરિવાર સાથે મ્યુઝીક બનાવવું વધુ આનંદદાયક છે. મીતાભ એક સ્ટુડીયોમાં અભિષેક, ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા સાથે મ્યુઝીક ક્રિએટ કરતા જોવા મળ્યા. અમિતાભે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં બચ્ચન પરિવાર કામમાં વ્યસ્ત જોવા મળે છે.
T 3768 – … tomorrow dawns .. and the celebrations begin .. but for what .. its just another day another year .. big deal !
Better off making music with the family .. pic.twitter.com/6Tt9uVufbp— Amitabh Bachchan (@SrBachchan) December 30, 2020
તસ્વીર સાથે અમિતાભ બચ્ચને લખ્યું કે “કાલે સવારે, ઉત્સવ શરુ થવા જઈ રહ્યો છે. પરંતુ શા માટે, બસ એક નવા વર્ષના નવા દિવસ માટે. આ કોઈ મોટી વાત નથી. આનાથી મોટી વાત તો પરિવાર સાથે સંગીત બનાવવાની છે. તસ્વીરમાં માઈક આગળ અમિતાભ સાથે પૌત્રી આરાધ્યા જોવા મળે છે. અભિષેક પોતાના ફોનથી આ મોમેન્ટસની ક્લિક કરી રહ્યા છે અને ઐશ્વર્યા આ દ્રશ્ય ફોનમાં કેદ કરતી જોવા મળે છે.
આ બાદ અમિતાભ બચ્ચાને ઈન્સ્ટાગ્રામમાં પણ પૌત્રી આરાધ્યા સાથે તસ્વીર શેર કરી હતી. જેમાં લખ્યું હતું “પૌત્રી અને દાદા જ્યારે સ્ટુડીયોમાં માઈક સામે મ્યુઝીક બનાવે”. બિગ બીએ તેના પ્રોજેક્ટ વિશે વધારે માહિતી આપી નથી. પરંતુ તેઓ ફેન્સને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે.
આ ઉપરાંત નવા વર્ષે અમિતાભે રંગીન અંદાજમાં તસ્વીર પોસ્ટ કરી હતી. અને ખુશી સાથે નવા વર્ષને આવકાર્યું હતું. સાથે લખ્યું હતું, વર્ષ નવું, ઉમંગ નવો અને જીવનની ઉન્નતી પણ નવી.