10 કરોડની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ફક્ત 2 હજાર રૂપિયાની જ કમાણી કરી

એક એવી ફિલ્મ કે જે કરોડોના ખર્ચે બનેલી હતી પરંતુ તેની કમાણી તરફ ધ્યાન દોરીએ તો ફિલ્મે ફક્ત 2 હજાર રૂપિયાની જ કમાણી કરી હતી. જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મ બોલિવૂડ કે સાઉથની નહીં પણ હોલિવૂડની હતી.

10 કરોડની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ફક્ત 2 હજાર રૂપિયાની જ કમાણી કરી
Image Credit source: Tubi
| Updated on: Apr 23, 2025 | 3:31 PM

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દર અઠવાડિયે ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થાય છે. જેમાંથી કેટલીક ફિલ્મો ફ્લોપ તો કેટલીક ફિલ્મો હિટ થાય છે. હવે ઘણા ઓછા લોકોને ખબર છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ કે જે કરોડોના ખર્ચે બનેલી હતી પરંતુ તેની કમાણી તરફ ધ્યાન દોરીએ તો ફિલ્મે ફક્ત 2 હજાર રૂપિયાની જ કમાણી કરી હતી. જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મ બોલિવૂડ કે સાઉથની નહીં પણ હોલિવૂડની હતી.

આપણે જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ તે એક હોલીવુડ ફિલ્મ છે. ફિલ્મનું નામ ‘ઝિઝિકસ રોડ ‘ છે અને આ ફિલ્મમાં કેથરિન હેગલ, લીઓ ગ્રિલો અને ટોમ સાઇઝમોર જોવા મળ્યા હતા. ફિલ્મનું ડાયરેક્શન જોન પેની દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, આ ફિલ્મ પછી મેકર્સ નાદાર થઈ ગયા હતા.

‘ઝિઝિકસ રોડ’ ફિલ્મ 10 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 2006માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ફક્ત 2,000 રૂપિયાની કમાણી કરી હતી. જો કે, ત્યારબાદ આ ફિલ્મની ઘણી સીડી અને ડીવીડી બનાવવામાં આવી હતી અને જેમાંથી ફિલ્મે 3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Published On - 3:30 pm, Wed, 23 April 25