THE KAPIL SHARMA SHOW: છેલ્લો એપિસોડ આ દિવસે થશે ટેલિકાસ્ટ, પરત ફરવા માટે કપિલે કરવું પડશે આ કામ

|

Jan 31, 2021 | 7:46 AM

સોની ટીવીનો જાણીતો કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' (THE KAPIL SHARMA SHOW) જલ્દી જ ઓફએર થઇ જશે. કપિલે (KAPIL SHARMA) આ વાત ટ્વીટ કરીને જણાવી હતી.

THE KAPIL SHARMA SHOW: છેલ્લો એપિસોડ આ દિવસે થશે ટેલિકાસ્ટ, પરત ફરવા માટે કપિલે કરવું પડશે આ કામ
THE KAPIL SHARMA SHOW

Follow us on

સોની ટીવીનો જાણીતો કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ (THE KAPIL SHARMA SHOW) જલ્દી જ ઓફએર થઇ જશે. કપિલે (KAPIL SHARMA) આ વાત ટ્વીટ કરીને જણાવી હતી. આ સાથે જ ખુલાસો કર્યો હતો કે, તે તેના બીજા બાળકના આગમન પર તેની પત્ની સાથે રહેવા માંગે છે. આ માટે શોમાંથી થોડા મહિનાનો બ્રેક લેવા જઈ રહ્યો છે.

ખબરોનું માનીએ તો લાઈવ ઓડિયન્સની કમી અને રિપીટ મોડ પર આવનારા મહેમાનોના કારણે શોમાંથી બ્રેક લેવા જઈ રહ્યા છે. કપિલ શર્માનો આ કોમેડી શો 21 ફેબ્રુઆરીના રોજ ઓફએર થઇ શકે છે. જોકે લાસ્ટ એપિસોડના મહેમાનોનું નામ હજી બહાર આવ્યું નથી. કપિલના શોમાં સુપર સ્ટાર ડાન્સર સીઝન4 ને રિપ્લેસ કરવા જઈ રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તાજેતરમાં ભારતીસિંહે કહ્યું, “હા, અમે બ્રેક પર જઈ રહ્યા છીએ પરંતુ કંઇક નવું કરવા માટે. અમે વિરામ લઈ રહ્યા છીએ જેથી આપણે આપણી જાતને અપગ્રેડ કરી શકીએ. નવા પાત્રો પર કામ કરવા માટે ટીમ ઉત્સાહિત છે. ભાગ્યે જ કોઈ ફિલ્મ આવતા બે મહિનામાં રિલીઝ થશે. ચેનલે શોને એક બ્રેક આપવાનું પસંદ કર્યું છે જેથી તેઓ ફરીથી શોમાં કામ કરી શકે. એવું નથી કે આ બે-ત્રણ મહિનાના બ્રેક દરમિયાન અમે રજા પર જઈ રહ્યા છીએ. અમારી પાસે અમારી બેઠક અને હોમવર્ક હશે અને એક ટિમના રૂપમાં નવા પાત્રો પર કામ કરશે અને વધુ જોશથી કામ પર પરત ફરશું. ઈમાનદારીથી અમે બધા કામ માટે ઘણા ઉત્સાહિત છે.

Next Article